સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 3rd January 2018

મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ આભારવંદના કાર્યક્રમ અંતર્ગત પ્રવાસ કર્યો

મોરબીના ધારા સભ્ય બ્રિજેશ મેરજાએ ૨૪ ગામોમાં આભાર વંદના કાર્યક્રમ યોજયો

મોરબી તા. ૩: ધારાસભ્ય તરીકે વિજેતા બન્યા બાદ બ્રિજેશ મેરજાએ લોક સંપર્કને વધુ ધનિષ્ઠ બનાવ્યો છે. જુદા-જુદા ધાર્મિક કાર્યક્રમોમાં સંતો-મહંતોના આશિવાદ મેળવી મોરબી તાલુકાના ટીંબડી, ઘરમપુર, અમરેલી, લક્ષ્મીનગર તેમજ માળીયા(મિં.) તાલુકાના કૃષ્ણનગર મોટા દહિંસરા, વિવેકાનંદનગર, વવાણીયા, ન્યુ નવલખી, વર્ષા મેડકી, લક્ષ્મીવાસ, ખીરસરા, બગસરા, નાના-મોટા ભેલા, સરદારનગર, સરવડ, ભાવપર, કાજરડા, તરઘરી, નીરૂબેન નગર, ચાંચાવદરડા, સહિત ૨૪ જેટલા ગામોનો પ્રવાસ ખેડી લોકોએ મુકેલા વિશ્વાસ બદલ આભાર વ્યકત કરવાની સાથો સાથ પ્રજાકીય પ્રશ્નો માટે વિપક્ષી ધારાસભ્ય  તરીકે સતત લોક લડત આપતા રહી મોરબી-માળીયા વિસ્તાર માટે સતત ઝઝુમતા રહેશે.

ધારાસભ્ય બ્રિજેશ મેરજાના આ પ્રવાસ દરમ્યાન કોંગ્રેસ સંગઠનના હોદેાદરો શ્રી રમેશ કુલતીરયા, જિ.પં.ની કારોબારીના અધ્યક્ષ શ્રી કિશોર ચીખલીયા, શ્રી હરેશ બાલાસરા, ધર્મેન્દ્ર વીડજા, ઇકબાલ જેડા, પદુભા જાડેજા, ડો.કંઝારીયા, જગદીશ ઠાકોર, સહિત વિવિધ સમાજના અગ્રણીઓ જોડાયા હતા. આ પ્રવાસ દરમ્યાન મોટા દહિંસરા સહિત અનેક ગામોએ જુદા-જુદા સમાજે બ્રિજેશ મેરજાના વિજયને વધાવીને કુમકુમ તિલક વાજતે ગાજતે ઘોડી ઉપર બેસાડીને ફટાકડા ફોડી રંગે-સંગે સ્વાગત કરાયુ હતું. ધારાસભ્યના આ પ્રવાસ દરમ્યાન ઠેર ઠેર રસ્તા, પીવાનુ પાણી, સિંચાઇ, બી.પી.એલ.કાર્ડ, વિધવા પેન્શન, વિજળી અંગેના થોકબંધ પ્રશ્નો રજુ થયા હતા. ક્રમશઃ તેમના ઉકેલ માટે પોતે સક્રિય પણે કાર્યરત રહેશે એવા ધારાસભ્યએ પ્રજાને વિશ્વાસ આપ્યો હતો.

(11:24 am IST)