સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 3rd January 2018

વિસાવદર પરવડી સ્કૂલની એનએસએસની શિબિર

 વિસાવદરઃ એમ.જે. પટેલ હાઈસ્કૂલ તથા શ્રી એમ.એમ.આર ખેની હાયર સેકન્ડરી સ્કૂલ, પરવડીની 'ન્યુ ઈન્ડીયા ડીઝીટલ ઈન્ડીયા' થીમ સાથે એન.એસ.એસ.ની વાર્ષિક શિબિરનું આયોજન ટીંબામાં થયુ હતું. શિબિર કાર્યક્રમમાં વી.ડી. સોરઠીયા, ભરતભાઈ ગોટી, શ્રી સતાચિયા, શ્રી ભટ્ટ, એસબીઆઈ મેનેજરશ્રી, પરવડીના સરપંચ તથા ઉપસરપંચ તથા અન્ય મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. રાજેશભાઈ રાજ્યગુરૂ તથા જે.વી. પરમાર અને અન્ય આમંત્રીતો દ્વારા ડિઝીટલ ઈન્ડીયા, કેશલેસ અંગે માર્ગદર્શન અપાયુ હતું. શિબિર દરમિયાન સફાઈ અભિયાન, લોક જાગૃતતા રેલીઓ તથા લાઈફ સ્કીલ ડેવલોપમેન્ટ અંગેની વિવિધ સમજ એન.એસ.એસ. કાર્યકર્તાઓને આપવામાં આવી હતી. સંચાલન એમ.ડી. પરમારે કર્યુ હતું (તસ્વીર-અહેવાલઃ યાસીન બ્લોચ-વિસાવદર)

(11:23 am IST)