સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 3rd January 2018

ઉના તાલુકામાં રેતીની ચોરીની ફરિયાદોઃ પગલા લેવા માગણી

ઉના તા.૩: તાલુકાના સર્વેજીવ, વનપર્યાવરણ સેવા ટ્રસ્ટના પ્રમુખ અબ્બાસભાઇ બ્લોચે ગીર સોમનાથ જીલ્લા કલેકટરને લેખીતમા રજુઆત કરી છે. કે છેલ્લા ઘણા સમયથી પડાપાદર, કાંધી, પાતાપૂર, ઉમેજ, સામતેર ગામની સીમમાંથી પસાર થતી  રાવલ નદીમા કુદરતી સંપતિ રેતીની બે ફામ રોયલ્ટી ચોરી કરી રહ્યા છે.

નદીમાં ઉંડા ખાડાઓ પડી જતાં કુદરતી સંપતિને નુકશાન થતુ હોય વહેલી તકે રેતી ચોરી બંધ કરાવી ખનીજ ચોરો સામે પગલા લેવા માંગણી કરી છે.

(11:22 am IST)