સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 3rd January 2018

અંજારનાં મેઘપર ગામે બાપે દિકરી ઉપર કર્યો બળાત્કાર

પાંચ વર્ષ થયા પોતાની ઉપર જાતીય રીતે હેરાન કરાતી હોવાની ૧૭ વર્ષીય દિકરીએ દાદા-દાદીને ફરિયાદ કરી

ભુજ તા. રઃ અંજાર તાલુકાનાં મેઘપર કુંભારડી ગામે ગોલ્ડન સોસાયટીમાં બનેલા શરમજનક બનાવે ફીટકાર સજર્યો છે. ૧૭ વર્ષીય તરૂણીએ તેના દાદા-દાદીને ફરીયાદ કરતા જણાવ્યું હતું કે તેનાં સગા બાપે ર૦ દિવસ પહેલાં તેણી ઉપર બળાત્કાર ગુજાર્યો હતો. માનસિક હતાશામાં આવી ગયેલી આ તરૂણીને તેના દાદા-દાદીએ ભુજની સરકારી હોસ્પીટલમાં સારવાર માટે દાખલ કરી છે. જોકે, સામાજિક સબંધોને લજાવનારા બાપ પાંચ વર્ષથી પોતાની સગી દિકરીને જાતીય રીતે પરેશાન કરતો હતો અંતે તેણે પોત પ્રકાશીને સગી દિકરીને ર૦ દિ' પહેલા પીંખી નાખી હતી. દાદા-દાદીનાં સાથ પછી દિકરીએ પોતાના સગા બાપ વિરૂધ્ધ જાતીય અત્યાચાર, બળાત્કાર અને વારંવાર માર મારી અને જાનથી મારી નાખવાની ધમકી આપવાની ફરિયાદ નોંધાવી છે.

(11:17 am IST)