સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 3rd January 2018

પડધરીની સીમમાંથી ૧૪ લાખનો વિદેશી દારૂ પકડાયો

વાડીમાં રેઇડ કરી ૧૪૧૧ર નંગ ચપલા સાથે સાગર ડોડીયાને ઝડપી લીધોઃ રૂરલ ક્રાઇમ બ્રાંચનો દરોડો

પ્રથમ તસ્વીરમાં પકડાયેલ દારૂનો જથ્થો અને બીજી તસ્વીરમાં પકડાયેલ આરોપી નજરે પડે છે.

રાજકોટ તા.૩ : પડધરીની સીમમાં રજપૂત શખ્સની વાડીમાં ગતરાત્રે રૂરલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડો પાડી ૧૪.ર૧ લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો.

રાજકોટ ગ્રામ્યના પોલીસ અધિક્ષક અંતરિપ સુદની સુચના મુજબ એલસીબીના ઇન્ચાર્જ પો.ઇન્સ. જે.એમ.ચાવડા તથા પો.સબ ઇન્સ. બી.એન.ચૌધરી અને સ્ટાફે પ્રોહી. જુગારના કેસો શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન એલસીબી સ્ટાફના પો.હેડ કોન્સ. કરશનભાઇ કલોતરાને ખાનગી બાતમી રાહે હકીકત મળેલ કે, પડધરી ગામની સીમમાં સાગર ભવાનભાઇ ડોડીયા જાતે.કારડીય રજપૂત રહે.પડધરી બસ સ્ટેન્ડ પાછળવાળો પડધરી ગામની સીમમાં પોતાની વાડીના મકાનમાં ગેરકાયદેસર રીતે પરપ્રાંતિય અંગ્રેજી દારૂનો વિપુલ પ્રમાણમાં જથ્થો રાખી વેચાણ કરે છે. જે હકીકત મળતા રેઇડ દરમ્યાન સાગર ભવાનભાઇ ડોડીયા જાતે.કારડીયા રજપૂત રહે.પડધરી બસ સ્ટેન્ડ પાછળની વાડીમાં પોલીસે રેઇડ કરી હતી.

વાડીના મકાનમાંથી ગેરકાયદેસર પાસ પરમીટ વગરનો ઇંગ્લીશ દારૂની બોટલો (ચપલા) નંગ-૧૪૧૧૨ (કલ ર૯૪ પેટી) કુલ કિંમત રૂ.૧૪,૧૧,ર૦૦ તથા મોબાઇલ નંગ-ર કિ.રૂ.૧૦,૦૦૦, મળી કુલ મુદામાલ કિ.રૂ.૧૪,ર૧,ર૦૦નો મુદામાલ કબ્જે કરી પકડાયેલ સાગર ડોડીયા વિરૂધ્ધ પોલીસ હેડ કોન્સ્ટેબલ કરશનભાઇ કલોતરાએ ફરિયાદ આપતા ઇન્ચાર્જ પો.ઇન્સ. જે.એમ.ચાવડાએ આરોપી વિરૂધ્ધ પડધરી પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન ધારા હેઠળ ગુન્હો દાખલ કરાવી ગેરકાયદેસરની કાર્યવાહી કરેલ છે.

આ કાર્યવાહીમાં ઇન્ચાર્જ ઇન્સ્પેકટર જે.એમ.ચાવડા તથા પો.સબ ઇન્સ. બી.એન.ચૌધરી સાથે પોલીસ હેડ કોન્સ. કાળુભાઇ ડાંગર, મહેશભાઇ જાની, મહમદ રફીક ચૌહાણ, બ્રીજરાજસિંહ જાડેજા, મયુરસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ સોલંકી, બાલકૃષ્ણ ત્રિવેદી, રસીકભાઇ જમોડ, નરેન્દ્રભાઇ દવેે તથા અમુભાઇ બારડ જોડાયા હતા.

(11:16 am IST)