સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 3rd January 2018

સરકારે ખેડૂતોને ખુશ કરતા કમિશન એજન્ટોના ધંધા બંધ

ગોંડલ તા. ૩ :.. ખેડુતોને ખુશ કરવા સરકારે ખેતીની ઉપજનો ભાવ  બજાર ભાવ કરતા વધુ આપીને ખરીદી કરતા માર્કેટીંગ યાર્ડના વેપારી કમીશન એજન્ટનાં ધંધા બંધ થવાની નોબત ઉભી થવા પામેલ છે.

ખેત પેદાશની ઉપજ જયારે બજારમાં  આવે ત્યારે ટમેટા, બટેટાથી માંડીને મગફળી, ચણા, તુવેર દાળ, કપાસ બધી જ જણસીનો ભાવ નીચે ઉતરે છે. હાલ ટમેટા - બટેટાનો વિપુલ પાક બજારમાં આવતો હોય છે. ત્યારે ખેડૂતોને ભાવ નીચો મળે છે તેવામાં સરકાર તે ઉપજની ખરીદી કરી માલ સ્ટોક કરી મહીના ઓ સુધી  ગોડાઉનમાં ભરી રાખેતો માલની  કૃત્રીમ અછત સર્જાય અને મોંઘવારી વધે ગત વર્ષે ખરીદેલી મગફળી, તુવેર વાળ હજુ પણ ગોડાઉનમાં સડે છે. અને ભાવ ભળકે બળે છે. સરકારને ખેડુતની ઉપજના ભાવ વધારે અપાવવા હોય તો તેની ઉપજ પ્રમાણે સબસીડી પ્રથા  દાખલ કરવી જોઇ આ રીતે બજાર માંથી ઉપજનો સંગ્રહ કરવાથી મોંઘવારી વધશે અને ગરીબોના ચુલા ઉપર અસર થશે.

(11:13 am IST)