સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 3rd January 2018

અમરેલીમાં પતંગ મહોત્સવનું આયોજન

અમરેલી તા. ૩ : અમરેલી ખાતે યોજવામાં આવનાર પતંગ મહોત્સવ કાર્યક્રમના આયોજન અર્થે કલેકટર સંજય અમરાણીના અધ્યક્ષસ્થાને અમરેલી કલેકટર કચેરી ખાતે  બેઠક યોજવામાં આવી હતી.

તા.૧૨ જાન્યુઆરી-૨૦૧૮ના રોજ અમરેલી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજવામાં આવશે. અમરેલી સ્થિત કમાણી ફોરવર્ડ હાઇસ્કુલ મેદાન ખાતે અંદાજે સવારે ૯ થી સાંજે ૫ વાગ્યા સુધી યોજાનાર આ કાર્યક્રમમાં, દેશ-વિદેશના અંદાજે ૨૫ થી ૩૦ પતંગબાજો અવનવા અને રંગબેરંગી પતંગો અમરેલીના આકાશમાં ઉડાડશે.

કલેકટરશ્રી અમરાણીએ, કાર્યક્રમ માટેના બેનર્સ, પેટા-મુખ્ય સ્ટેજ, ટુરિસ્ટ્સના રહેવા-જમવાની વ્યવસ્થા, કાર્યક્રમ અગાઉ મેદાનની સાફ-સફાઇ, રંગરોગાન, સુશોભન, નિમંત્રણપત્ર તૈયાર કરી પદાધિકારી-અધિકારીઓ અને મહાનુભાવોને તે મોકલવા અંગે જરૂરી વ્યવસ્થા કરવા સૂચના આપી હતી. કાર્યક્રમના સ્થળ પર ફાયર બિગ્રેડ અને મેડિકલ ટીમ તેમજ અન્ય આનુસાંગિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા સૂચના આપી હતી. શ્રી અમરાણીએ માટે તલ-મમરાના લાડુ, પતંગ અને પાણીની વ્યવસ્થા કરવા જણાવ્યું હતુ. કાર્યક્રમ દરમિયાન ટ્રાફિક નિયમન-વ્યવસ્થાપન જળવાઇ રહે તે માટે ઘટતું કરવા જણાવ્યું હતુ. કાર્યક્રમ દરમિયાન સાંસ્કૃત્ત્િ।ક કૃત્ત્િ।ઓ રજૂ કરવા માટે ટીમ તૈયાર કરવા પણ સૂચના આપી હતી.

બેઠકમાં અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી ભટ્ટ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી માંકડ, નાયબ માહિતી નિયામક બી.એસ. બસીયા, માર્ગ અને મકાન કાર્યપાલક ઇજનેરશ્રી પટેલ પ્રાંત અધિકારી ડી.એન. સતાણી, નાયબ પોલીસ અધિક્ષક બી.એમ. દેસાઇ, આરોગ્ય અધિકારી ડો. સિંઘ, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી પટેલ તેમજ રમતગમત, નગરપાલિકા, પોલીસ, આરોગ્ય, શિક્ષણ કચેરી તેમજ મહેસૂલ શાખાના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(9:19 am IST)