સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 3rd December 2023

મોરબીમાં તા. 10 ડિસેમ્બરે નેત્રયજ્ઞ દ્રષ્ટી સેવા કેમ્પ યોજાશે.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : રણછોડદાસજી બાપુ ચેરિટેબલ ટ્રસ્ટ હોસ્પિટલ રાજકોટ અને લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી, લીયો ક્લબ ઓફ મોરબી સિટી દ્વારા આગામી તારીખ 10 ડિસેમ્બર ને રવિવારના રોજ મોરબીમાં નેત્રયજ્ઞ દ્રષ્ટી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

   લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટીના પૂર્વ પ્રમુખ અને લાયન અમૃતલાલ એસ. સુરાણીના સૌજન્યથી અને વરિયા પ્રજાપતિ વિદ્યાતેજક મંડળના સહયોગથી સ્વ. જીજ્ઞાબેન સનતભાઈ સુરાણીના આત્મા શ્રેયાર્થે 10 ડિસેમ્બર ને રવિવારે સવારે 9:30 થી 12:30 સુધી મોરબીની જિલ્લા સેવા સદન સામે આવેલી વરિયા બોર્ડિંગ ખાતે વિનામૂલ્યે 13મો નેત્રમણી તેમજ છઠ્ઠો ઓર્થોપેડિક ઓપરેશન કેમ્પ યોજાશે.  આ કેમ્પનો લાભ લેવા મોરબી-2 અને સામા કાંઠાના ગ્રામ્યવિસ્તારની સમગ્ર જનતા અને સર્વે જ્ઞાતિના દર્દીઓને અપીલ કરવામાં આવી છે. વધુ માહિતી માટે મો.નં. 9737213000, 9925410333 પર સંપર્ક કરવા જણાવાયું છે.

 

(11:06 pm IST)