પોરબંદર મતદાન મથકમાં યુવા કર્મીઓ જોડાયા
પોરબંદર એમ.ડી.સાયન્સ કોલેજ ખાતે યુવા પોલીંગ સ્ટાફ સંચાલિત મતદાન મથક પર યુવા કર્મચારીઓએ ફરજ બજાવી હતી અવસાર લોકશાહીનો ગુજરાત વિધાનસભા સામાન્ય ચુંટણીઓ-ર૦રર હેઠળ પોરબંદર જિલ્લામાં પ્રથમ તબક્કાનું મતદાન હાથ ધરાયું હતું. ચૂંટણીપંચે શરૃ કરેલ યુવા મતદાન બુથમાં યુવા કર્મચારીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. એમ.ડી.સાયન્સ કોલેજ ખાતે આવેલા યુવા મતદાન બુથ યુવા કર્મચારીઓ સંચાલિત હતું. સરકારી હાઇસ્કુલ નાગકાના શિક્ષક અને પ્રિસાઇડીંગ ઓફીસર હમીરભાઇ મોઢવાડીયાએ કહ્યું કે, અમે યુવા કર્મચારીઓ આપસમાં સહકારથી ફરજ બજાવી હતી. તથા મતદારોનો સહકાર મળ્યો હતો ચૂંટણીપંચે યુવા મતદાન બુથની પહેલ શરૃ કરી છે. જેથી યુવા કર્મચારીઓને કામ કરવામાં વધુ ઉત્સાહ મળ્યો હતો. યુવા પોલીંગ સ્ટાફની તસ્વીર