સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 3rd December 2022

ચોટીલા નજીક ટેમ્‍પો ચાલકે બે બાઇકને ટકકર મારતા બે બાળકો ગંભીર : અન્‍ય ત્રણને ઇજા

લગ્ન પ્રસંગમાંથી પરત ફરતા પિયાવા ગામ પાસે અકસ્‍માત સર્જાયો

 (ફઝલ ચૌહાણ દ્વારા)વઢવાણ તા. ૩ : ચોટીલાના પિયાવા ગામ નજીક ટેમ્‍પોએ બે બાઇકને અડફેટે લેતાં અકસ્‍માત સર્જાયો હતો. પિયાવા ગામ નજીક કાળાસર ગામનો પરિવાર લગ્ન પ્રસંગમાંથી પરત ફરી રહ્યો હતો ત્‍યારે ટેમ્‍પોચાલકે બે બાઇકને ટક્કર મારતા બે બાળકો સહિત કુલ પાંચ વ્‍યક્‍તિઓને ઇજા પહોંચી હતી. અકસ્‍માતમાં ઇજાગ્રસ્‍ત બન્ને બાળકોની હાલત ગંભીર છે, જ્‍યારે અન્‍ય વ્‍યક્‍તિઓને સામાન્‍ય ઇજાઓ પહોંચી છે.

ચાલકે નશો કરેલ હોવાનો પણ ઇજાગ્રસ્‍તોનો આક્ષેપ છે. ટેમ્‍પોમાં ડીજે હતો, જ્‍યારે ટેમ્‍પોચાલક લગ્ન પ્રસંગમાં ડીજે વગાડવા ગયો હતો. જ્‍યારે તમામ ઇજાગ્રસ્‍તોને ચોટીલા સરકારી હોસ્‍પિટલમાં સારવાર માટે લઇ જવાયા હતા. ચોટીલા પોલીસે અકસ્‍માત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(11:59 am IST)