સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 3rd December 2022

સુરેન્‍દ્રનગર જિલ્લામાં કુલ ૬૨.૮૪ ટકા મતદાન નોંધાયું

સૌથી વધુ ધ્રાંગધ્રા વિધાનસભા મતવિસ્‍તારમાં ૬૭.૪૮ ટકા અને સૌથી ઓછું મતદાનઃ વઢવાણ વિધાનસભા મતવિસ્‍તાર વિભાગમાં ૫૭.૬૨ ટકા નોંધાયું

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા.૩: જિલ્લામાં વિધાનસભા ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત મતદાન શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયું છે.

જિલ્લામાં કુલ ૬૨.૮૪ ટકા મતદાન નોંધાયું છે. સૌથી વધુ મતદાન ધ્રાંગધ્રા વિધાનસભા મતવિસ્‍તારમાં ૬૭.૪૮ ટકા અને સૌથી ઓછું મતદાન વઢવાણ વિધાનસભા મતવિસ્‍તાર વિભાગમાં ૫૭.૬૨ ટકા નોંધાયું છે.

જિલ્લામાં ૬૦-દસાડા વિધાનસભામાં ૬૫.૭૨ ટકા પુરુષ, ૫૯.૬૪ ટકાસ્ત્રી એમ મળી કુલ ૬૨.૮૧ ટકા, ૬૧- લિંબડી વિધાનસભામાં ૬૬.૪૬ ટકા પુરુષ, ૫૯.૦૧ ટકાસ્ત્રી એમ મળી કુલ ૬૨.૯૨ ટકા, ૬૨- વઢવાણ વિધાનસભામાં ૬૧.૪૯ ટકા પુરુષ, ૫૩.૪૯ ટકાસ્ત્રી, ૫૦.૦૦ ટકા અન્‍ય એમ મળી કુલ ૫૭.૬૨ ટકા, ૬૩- ચોટીલા વિધાનસભામાં ૬૭.૮૫ ટકા પુરુષ, ૫૮.૨૩ ટકાસ્ત્રી અને ૧૧.૧૧ ટકા અન્‍ય એમ મળી કુલ ૬૩.૨૮ ટકા જ્‍યારે ૬૪- ધ્રાંગધ્રા વિધાનસભામાં ૭૧.૧૦ ટકા પુરુષ, ૬૩.૫૪ ટકાસ્ત્રી અને ૩૩.૩૩ ટકા અન્‍ય એમ મળી કુલ ૬૭.૪૮ ટકા મતદાન થયું હતું. જિલ્લામાં કુલ ૬૬.૫૫ ટકા પુરુષ, ૫૮.૭૯ ટકાસ્ત્રી અને ૨૪.૦૦ ટકા અન્‍ય એમ મળી કુલ ૬૨.૮૪ ટકા મતદાન થયું હતું.

 

(11:55 am IST)