સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 3rd December 2022

મોરબીમાં મોબાઈલ ચોરી ઓનલાઈન લાખો ટ્રાન્સફર કરનાર આરોપીઓ ઝડપાયા

ચોરીમાં ગયેલ સહીત કુલ ૨.૨૩ લાખની મત્તા રીકવર.

મોરબી તાલુકા વિસ્તારના કારખાનામાં શ્રમિક ઓરડીમાંથી મોબાઈલ ચોરી કરી ઓનલાઈન રકમ ટ્રાન્સફર કરવામાં આવી હોય જે બનાવ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ એલસીબી ટીમ ચલાવી રહી હોય ત્યારે બે આરોપીને ચોરીના મોબાઈલ, રોકડ સહિતના મુદામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા છે

મોરબીના શીવીસ માઈક્રોન એલએલપી કારખાનાની મજુર ઓરડીમાં ફરિયાદી સુતા હોય ત્યારે અજાણ્યા ઇસમેં પ્રવેશ કરી મોબાઈલ નંગ ૦૪ અને રોકડ રૂ ૨૨૦૦ ની ચોરી કરી હતી તેમજ મોબાઈલ ફોનમાં બેંક એકાઉન્ટ લીંક હોય જેથી એપ્લીકેશન મારફત ૨.૫૯ લાખની રકમ ટ્રાન્સફર કરી હોય આમ કુલ રૂ ૨,૮૨,૧૬૯ ની મત્તા ચોરી થયાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જે બનાવ મામલે વધુ તપાસ એલસીબી ટીમે ચલાવી હોય જેમાં એલસીબી ટીમના સંજયકુમાર પટેલ, રજનીકાંત કૈલા, કૌશિકભાઈ મણવર, પરાક્રમસિંહ જાડેજા, અશોકસિંહ ચુડાસમા સહિતની ટીમને બાતમી મળી હતી કે આરોપી ઈબ્રાહીમ મામદ ઈબ્રાહીમ બેતારા અને અલારખા કરીમ આદમ મોખા એમ બે ઇસમો જે ચોરીમાં સંડોવાયેલ હોય જે બંને આરોપીઓ રવિરાજ ચોકડી ખાતે હોવાની બાતમી મળતા ટીમે વોચ ગોઠવી હતી જેમાં આરોપીઓ પાસેથી ચોરી થયેલ મોબાઈલ સહિતની મત્તા કબજે લેવામાં આવી હતી
એલસીબી ટીમે આરોપી ઈબ્રાહીમ મામદ ઈબ્રાહીમ બેતારા અને અલારખા કરીમ આદમ મોખા રહે બંને દેવભૂમિ દ્વારકા જીલ્લા વાળાને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૧,૧૯,૦૦૦, ચોરીમાં ગયેલ ચાર મોબાઈલ કીમત રૂ ૨૦,૫૦૦, બેંક એકાઉન્ટમાંથી ટ્રાન્સફર કરી મેળવેલ રૂપિયામાંથી ખરીદી કરેલ સોના ચાંદીના દાગીના અને મોબાઈલ નંગ ૦૧ કીમત રૂ ૭૪,૦૬૩ અને અન્ય સ્થળેથી ચોરી કરેલ મોબાઈલ નંગ ૦૫ કીમત રૂ ૯૫૦૦ મળીને કુલ રૂ ૨,૨૩,૦૬૩ ની કિમતનો મુદામાલ કબજે લેવામાં આવ્યો છે
કેવી રીતે આપતા હતો ચોરીને અંજામ ?
આરોપીઓ કારખાનામાં મજૂરની ઓરડીમાં રાત્રીના પ્રવેશ કરી મોબાઈલ ઓન અને રોકડ ચોરી કરતા અને બેંક એકાઉન્ટ બાબતના માહિતગાર હોવાથી મોબાઈલમાં રહેલ ડીઝીટલ વોલેટનો ઉપયોગ કરી પૈસા ટ્રાન્સફર કરી લેતા હોવાની મોડસ ઓપરેન્ડીથી ગુનાને અંજામ આપતા હોવાનું ખુલ્યું છે જે આરોપીઓ પૈકી ઈબ્રાહીમ નામનો ઇસમ અગાઉ ઘરફોડ ચોરી અને બાઈક ચોરીના ગુનામાં દેવભૂમિ દ્વારકા જીલ્લામાં પકડાઈ ચુક્યો છે
જે કામગીરીમાં એલસીબી ઇન્ચાર્જ પીઆઈ કે જે ચૌહાણ, પીએસઆઈ એન એચ ચુડાસમા, એ ડી જાડેજા, એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડ, ટેકનીકલ ટીમ જોડાયેલ હતી.

(12:27 am IST)