સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 3rd December 2021

પોરબંદરની મહિલાઓએ પાલિકા કચેરીમાં ગંદા પાણી ઠાલવીને ડહોળા પાણી પ્રશ્ને ઉગ્ર રજુઆત

પોરબંદર તા. ૩ : પાલિકા દ્વારા નળ દ્વારા અપાતા પીવાના પાણીમાં ગટરનું પાણી ભળતું હોય આ દુર્ગંધવાળા અને ડહોળા પાણી પ્રશ્ને ધ્યાન અપાતુ ન હોય રોષે ભરાયેલી મહિલાઓએ કોંગ્રેસના આગેવાનોને સાથે  રાખીને પાલિકા કચેરીએ ગંદા પાણીની ડોલો ઠાલવી ઉગ્ર રજુઆત કરી હતી.

શહેરની અંદર વોર્ડ નંબર ૬ અને શેરી નંબર ૩૧૩ર અને આજુબાજુના વિસ્તારોમાં ભુગર્ભગટર તદન ફેલ ગઇ હોઇ અને પીવાનું પાણીમાં ગંદુ પાણી ભરી રહ્યું હોય અને આજુબાજુના વિસ્તારમા ડેન્ગ્યુના કેશ રોજ વધતા જતા હોઇ અને લોકો હેરાન પરેશાન હોયજિલ્લા કોંગ્રેસ પ્રમુખ નાથાભાઇ ઓડેદરા અને કોંગ્રેસ આગેવાન રવિભાઇ વાઘેલા અને ચિરાગભાઇ વદર અને વિશાલભાઇ બરાઇ વિરોધ પક્ષના તેના જીવનભાઇ જુંગી કાવમિલાર ફારૂકભાઇ સુરિયા અને કોંગ્રેસ આગેવાન અશોકભાઇ વારા કોંગ્રેસ આગેવાન સિલાબેન અને વોર્ડ નં. ૬ ની મહિલાઓનેસાથે લઇને નગરપાલિકામાં ગંદકી અને ગંદુ પાણી લયનેઉગ્ર રજુઆત કરી હતી. ચીફ ઓફીસર હાજર ના હોય ત્યારે ટેલીફોનથી વાત કરી ત્યારે ચીફ ઓફીસરે તાત્કાલીક પ્રશ્નોનું નિરાકરણ લાવવાની ખાત્રી આપી હતી.

(12:46 pm IST)