સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 3rd December 2020

બે પુત્રોને કુવામાં ફેંકી પિતાએ પણ મોતની છલાંગ લગાવી : ત્રણેયના મોત

હાલોલ,તા. ૩: દાહોદ જીલ્લાના લીમખેડા તાલુકાના નાની ખંડીબાર ગામમાં હચમચાવતી ઘટના બની છે. મંગળવારે મોડી સાંજે અજાણ્યા કારણોસર એક યુવકે પોતાના બે બાળકોને કુવામાં ફેંકી પોતે પણ કૂદી પડ્યો હતો. ઘટનામાં ત્રણેયના કરૂણ મોત નિપજતા અરેરાટી વ્યાપી ગયેલ.

પોલીસના અજાણ્યા મુજબ બંડીબાર ગામના ૩૨ વર્ષીય જયંતી પટેલે પત્ની ધનિકાબેન (૩૦), પુત્ર મેહુલ (૧૧) અને યાદવ (૮) સાથે ખેતરથી પરત ફરી રહ્યા હતા. ત્યારે પતિ-પત્ની વચ્ચે કોઇ વાતને લઇને વિવાદ થયેલ. રસ્તામાં આવેલ કુવામાં જયંતિએ પત્નીએ ફેંકવાનો પ્રયાસ કરેલ પણ તે શકય ન બનતા તેણે બંને પુત્રોને કુવામાં ફેંકી દીધા હતા અને પોતે પણ કુદી પડ્યો હતો. આ ઘટનાથી ધનિકાબેને રાડારાડી કરતા આસપાસના લોકો આવી ગયા હતા. કેટલાક લોકો બચાવવા કુવામાં પડ્યા હતા. પણ ત્રણેયના કરૂણ મોત ગઇ ચૂકયા હતા.

(12:50 pm IST)