સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 3rd December 2020

વિંછીયામાં પરણિતા મેનાબેન કોળીનો વાડીમાં સળગી જઇ આપઘાત

મામાને ત્યાં લગ્નમાં જવા રકઝક થતા મોત મીઠું કરી લીધું

રાજકોટ તા. ૩ : વિંછીયામાં કોળી પરણિતાએ વાડીમાં સળગી જઇ આપઘાત કરી લીધો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ વિંછીયામાં જીનના ઢોરે વાડી વિસ્તારમાં રહેતી મેનાબેન સંજયભાઇ રાજપરા (ઉ.વ.૩૨)એ વાડીમાં પોતાના શરીરે કેરોસીન છાંટી કાંડી ચાંપી દેતા ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયેલ પણ ત્યાં તેનો મૃતદેહ જ પહોંચ્યો હતો. મૃતક મેનાબેનના ૪ વર્ષ પૂર્વે લગ્ન થયા હતા અને સંતાનમાં દોઢ વર્ષની પુત્રી છે. મામાને ત્યાં લગ્નમાં જવા બાબતે પરિવારજનો સાથે રકઝક થતા આ પગલુ ભર્યાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. વધુ તપાસ પી.એસ.આઇ. એન.એચ.જોષી ચલાવી રહ્યા છે.

(12:50 pm IST)