સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 3rd December 2020

તડીપારને દારૂ સાથે પકડી પાડતી જુનાગઢ એ ડીવીઝન પોલીસ

જુનાગઢ : રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દરસિંઘ પવાર દ્વારા જુનાગઢ જીલ્લામાં માથાભારે તથા અસામાજીક પ્રવૃતિ કરતા ઇસમો ઉપર કડક  હાથે કામ લેવા અને તેઓની અસામાજીક પ્રવૃતિ સદંતર પણ ડામી દેવા તેમજ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થ્િતિને જાળવી રાખવા સારૂ માથાભારે ઇસમો વિરૂધ્ધ પાસા તડીપાર જેવા અટકાયતી પગલા લેવા તથા પ્રોહી જુગારની પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા સુચના  કરવામાં આવેલ હોય જે અનુસંધાને જુનાગઢ જીલ્લા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટી દ્વારા આવી વોચ રાખી પ્રોહી જુગારની પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ હોય જે અનુસંધાને પી.જી. જાડેજા, નાયબ પોલીસ અધિક્ષક શ્રી જુનાગઢ વિભાગ જુનાગઢ માર્ગદર્શનહ ેઠળ એ ડીવી પો.સ્ટે. જુનાગઢના ઇચા. પો. ઇન્સ. વીયુ. સોલંકીની સુચના મુજબ પો. હેડ. કોન્સ. એમ.ડી. માડમ તથા પો. કોન્સ. વનરાજસિંહ બનેસિંહ તથા દિનેશભાઇ રામભાઇ તથા અનકભાઇ ભીખુભાઇએ હકીકત આધારે હદપાર ઇસમ રહીમ નુરમહમદ ચૌહાણ રહે. જુનાગઢ ખામધ્રોળ રોડ વાાળને દેેશીદારૂ લી.૪ કિ. રૂ.૮૦ ના મુદામાલ સાથે પકડી જુનાગઢ એ ડીવી પો.સ્ટે. પ્રોહીબીશન એકટ તથા હદપારી ભંગ સબબ જીપીએકટ કલમ ૧૪ર મુજબ ગુન્હો રજી. કરવામાં આવેલ છે.

(12:47 pm IST)