News of Thursday, 3rd December 2020
બગસરામાં કોવિડની ગાઇડ લાઇન મુદ સરપ્રાઇઝ ચેકીંગ
બગસરા : બગસરામાં કલેકટર આયુષ ઓકની સુચના અનુસાર મામલતદાર, તલાટ તથા નાયબ મામલતદાર શ્રી વડા તથા ટીમ અને પાલિકાના ચીફ ઓફીસર શ્રી નસીત, બી.સી. ખીમસુરીયા પોલીસ સ્ટેશનના પીઆઇ મકવાણા તથા સ્ટાફ દ્વારા શાક મારકેટમાં સરપ્રાાઇઝ ચેકીંગ કરતા શાક માર્કેટના થરાવાળા તથા દુકાનદારો દ્વારા માસ્ક પહેરીને વેપાર કરતા નજરે ચડતા તંત્ર દ્વારા ખુશી વ્યકત કરવામાં આવી હતી આ સિવાય બજારોમાં અમુક લોકોને માસ્ક ન પહેરનારને ફરીવાર માસ્ક નહીં પહેરો તો દંડ આપશું તેવી સુચના આપી હતી અને બજારોમાં પણ ફરી વળ્યા હતા અને અમુક લોકોને બે-બે વાર સુચનાઓ આપી હતી છતાં માસ્ક પહેર્યા ન હતા તે લોકોને દંડ ફટકાર્યો હતો અને કુલ ૪૦૦૦ જેવો દંડ વસુલવામાં આવ્યો હતો. (તસ્વીર - અહેવાલ : સમીર ઠાકર-બગસરા)
(11:29 am IST)