સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 3rd December 2020

ઉનાઃ પેરોલ રજા ઉપરથી નાસી જનાર ખુન બળાત્કાર સહિતના ગુન્હાનો આરોપી ઝડપાયો

(નવીન જોષી દ્વારા) ઉના તા. ર : પોલીસ સ્ટેશનમાં ખુન, બળાત્કાર, મારામારી સહીત પાંચ ગંભીર ગુનાઓનો આરોપી સિકંદર દાદાભાઇ ઝાંખરા છેલ્લા સાડાત્રણ વરસથી પરેલ ફર્લો રજા ઉપર આનાસ્તો ફરતો હોય તેને રાજસ્થાનથી જુનાગઢ રેન્જની એબ્સ્કોન્ડર સ્કવોર્ડર પકડી પાડેલ છે.

જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દરસિંહ પવારની સુચનાથી જીલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનના ગુન્હાઓના આરોપી પેરોલ ફર્લો વચગાળાના જામીન ઉપર છુટી ફરાર થયેલ હોય તેને શોધી પકડા રીડર પોલીસ ઇન્સ્પેકટર કે.કે.ઝાલાના માર્ગદર્શન હેઠળ એબ્સ્કોન્ડર સ્કેડના પીએસ.આઇ. પી.જે.રામણી જમાદાર  સંજયભાઇ દવેએ ત્થા જાવિદભાઇ શેખ, મોવલીયા, હેડ કો.ગીરીરાજસિંહ વાઘેલા, પ્રવિણચંદ્ર મોરી, હરદાસભાઇ ઓડેદરા, ભુપતસિંહ સીસોદીયાઓની ટીમે પકડવા ઝૂબેશ શરૂ કરેલ છે ચોકસ બાતમીના  આધારેગીરસોમનાથ જીલ્લાના ઉના પોલીસ સ્ટેશન હેઠળ ર૦૧રના ૩૦ર ના ભિસ્તીના ચકચારી મર્ડર કેસનો આરોપી સિકંદર દડદડભાઇ ઝાખરા, રે. હરમડીયા તા.ગીરગઢડા વાળા ર૧-૭-ર૦૧૭ ફલો વચ્ચે ગાળાના જામીન ઉપર આવેલ અને ફરાર થઇ ગયો હતો

છેલ્લા ૩ વર્ષથી નાશીતો ફરતો હોય આરોપી હાલ રાજસ્થાન રાજયના બાડમેર ખાતે તિલકનગર ખાતે ભાડાના મકાનમાં રહેતો હોય લુંટ ટીમ ત્યાં પહોચી ત્યાંથી તેમને પકડી પોલ હતો આ સિંકદર દાદા ઝાખરા ઉપર ર૦૧૪માં ૩ર૬, ૧૪૭, ૧૪૮ તથા (ર) ર૦૧રમાં ૩૦૬ (૩) ર૦ર૦માં ૩૦ર, (૪) ર૦૧રમાં ૩૭૬ વિગેરે ગુનો નોંધાયેલ છે તે ૩ વર્ષ ૪ માસ નાસતો ફરતો હોય આ શખ્સ પોતાની ઓળખાણ છુપાવી રાજસ્થાનના અજમેર, બાડમેર ત્થા તામીલનાડુ રાજયમાં ઓળખાયતા છુપાવી સમય પસાર કર્યાની મહિતી મળેલ છે. જુનાગઢ રેન્જના એબ્સ્કેન્ડર સ્કોડે આરોપી પકડી સફળતા મેળવી હતી.

(11:26 am IST)