સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 3rd December 2020

મોરબીને ટોયઝ મેન્યુફેકચરીંગ હબ બનાવવા GIDC ડેવલોપ કરવા વિજયભાઇ રૂપાણીને રજૂઆત

મોરબીના ઉદ્યોગપતિ જયસુખભાઇ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૩ : ગુજરાતમાં ટોયઝ મેન્યુફેકચરીંગ માટે નવી ઇન્ડસ્ટ્રીઝ પોલીસી બનાવવા તેમજ મોરબી ખાતે કોમન યુટીલીટી ફેસેલીટી ડેવલોપ કરવા તેમજ મોરબી જીલ્લામાં અંદાજે ૧૦૦૦ એકર લેન્ડમાં જીઆઈડીસી ડેવલોપ કરવાની માંગ સાથે મોરબીના અગ્રણી ઉદ્યોગપતિએ સીએમને પત્ર લખ્યો છે.

મોરબી કલોક મેન્યુફેકચરિંગ એલાયન્સના જયસુખભાઈ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખી જણાવ્યું છે કે મોરબી કલોક મેન્યુ એલાયન્સમાં ૩૫૦ થી વધારે સ્મોલ અને લઘુ ઇન્ડસ્ટ્રીઝના ઉદ્યોગપતિઓ જોડાયેલા છે. જેમાં ૨ લાખ લોકોને ડાયરેકટર અને ઇનડાયરેકટ રોજગારી મળે છે ટોયઝ મેન્યુફેકચરીંગમાં લાખો ડીઝાઇન અને વેરાઈટી હોય છે ચાઈનામાં આ બિઝનેશમાં ૮૦ ટકાથી વધુ સ્મોલ અથવા મીડીયમ ઇન્ડસ્ટ્રીઝ છે ત્યારે ગુજરાતને ટોયઝ મેન્યુમાં આગવું સ્થાન ધરાવવા ટોયઝ પોલીસી બનાવવી જોઈએ જે અંગે કેટલાક સૂચનો પણ આપ્યા છે.

હાલ ઇન્ડિયા અને ચાઈના ઇન્ડસ્ટ્રીઝ વાળાની કોસ્ટ ઓફ પ્રોડકશનમાં ૨૦ ટકા જેવા ડીફરન્સ આવે છે જે સ્મોલ અને મીડીયમ ઇન્ડસ્ટ્રીઝ વાળાને મળે તેવું થવું જોઈએ.

ટોયઝમાં હાલ નવા યુનિટો આવશે નહિ કારણકે ચાઈના સામે હરીફાઈમાં ટકી શકતા નથી જેથી નવા યુનિટો નવી પોલીસીમાં સમાવેશ કરવો જોઈએ જેથી નવી પોલીસી સકસેસ જાય.

નવી ટોયઝ પોલીસી સ્મોલ અને લઘુને ડાયરેકટ બેનીફીટ જેવા કે ઈ ડ્યુટી માફી, ઈલેકટ્રીસીટીમાં કોસ્ટમાં રાહત, લેબર પીએફમાં રાહત અને જીએસટીમાં બેનીફીટ મળવા જોઈએ.

નવી ટોયઝ પોલીસીમાં સ્મોલ અને લઘુ માટે એવી જોગવાઈ કરો કે વધારે લોકોને કામ મળે તેને વધારે બેનીફીટ એટલે કે રોકાણ પર નહિ રોજગાર પર બેનીફીટ આપવા જોઈએ.

નવી પોલીસી સિમ્પલ, સરળ અને પ્રેકટીકલી હોવી જોઈએ. આ પોલીસીના ફેમ વર્કમાં જે કમિટી બનાવવામાં આવે તેમાં અમને અને ઇન્ડસ્ટ્રીઝ વાળાને પણ સહભાવી બનાવો જેથી પોલીસી ૧૦૦ ટકા સફળ થાય.

મોરબી-માળિયા-હળવદના ટ્રાય એન્ગલ જે અનડેવલોપ છે પણ લોકેશન વાઈઝ ૧૦૦ ટકા ઉત્ત્।મ છે જયાં સારી રોડ, પોર્ટ અને અન્ય રાજયો સાથેની કનેકટીવીટી અને વર્ક ફોર્સ મળી રહે તેમજ સરકારી વેસ્ટ લેન્ડ પણ માળિયા તાલુકામાં મળી સકે તેમ છે.

મોરબી, વાંકાનેર બાઉન્ડ્રી વાંકાનેર અને ચોટીલા બાઉન્ડ્રી એવું લોકેશન છે જયાં રાજકોટ, મોરબી અને વાંકાનેર કનેકટ થાય છે વાંકાનેર તાલુકાના નેશનલ હાઈવે પર સરકારી વેસ્ટ લેન્ડ પણ મોટા પ્રમાણમાં મળી શકે.

ટોયઝ ઇન્ડસ્ટ્રીઝમાં ગુજરાત હબ બની સકે તેમ છે જેથી હાઈ લેવલ કમિટી બનાવી ચર્ચા કરવા માંગ કરી છે અને આવતા પાંચ વર્ષમાં અંદાજે ૧૦ થી ૧૫ હજાર કરોડના ટર્નઓવર સાથે ૧ લાખથી વધારે લોકોને ડાયરેકટર રોજગારી મળી શકે છે તેમ જણાવ્યું હતું.

(11:24 am IST)