સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 3rd December 2020

બોટાદના લીંબોડા પાસે વાડીમાં ઝેરી દવા પી વિજય સરવૈયાનો આપઘાત

યુવાને રાજકોટની હોસ્પિટલમાં દમ તોડી દિધો : પરિવારમાં આક્રંદ

રાજકોટ,તા. ૩: બોટાદના લીંબોડા ગામ પાસે વાડીમાં યુવાને ઝેરી દવા પી આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ લીંબોડા ગામમાં રહેતો વિજય વિનુભાઇ સરવૈયા (ઉવ.૧૮) ગઇ કાલે સવારે ગામ પાસે આવેલી પોતાની વાડીએ  હતો. ત્યારે તેણે ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે પાડીયાદ બાદ વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. મૃતક વિજય ત્રણ ભાઇમાં નાનો હતો. આ અંગે એ ડીવીઝન પોલીસ મથકના હેડ કોન્સ. રવિભાઇ વાઘેલા તથા રાઇટર હરવિજયસિંહએ પ્રાથમિક કાગળો કરી બોટાદ મોકલવા તજવીજ હાથ ધરી છે. યુવાને કયા કારણોસર આ પગલુ ભર્યું તે અંગેનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.

(11:23 am IST)