સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 3rd December 2020

મોરબીમાં એક જ દિ'માં બે જગ્યાએ માથાકૂટઃ બે શખ્સોને ઝડપ્યા

મોરબી, તા.૩: મોરબીમાં શુક્રવારે રાત્રે લાતીપ્લોટ વિસ્તારમાં ખાનગી બસના ચાલક તેમજ તેના મિત્ર પર છરીથી હુમલો કરવા તેમજ શનાળા રોડ પર માર્કેટિંગયાર્ડના ખુણા પાસે આવેલા જય ગાંઠિયા રથ નામની રેકડીમાં જઇ છરીથી હુમલો કરનાર ત્રણ શખ્સ પૈકી બે આરોપીને પોલીસે ઝડપી લીધા હતા અને બન્નેના કોરોના ટેસ્ટ કરાવ્યાં હતા.

બનાવની મળતી વિગત મુજબ ગત તારીખ ૨૭ ના રાત્રીના સમયે મોરબીના લાતી પ્લોટમાં વિસ્તાર આવેલ ખોડિયાર ટ્રાવેલ્સના ચાલક રમેશભાઈ સેખાણી અને તેના મિત્ર પિન્ટુભાઈ પર સાગર નવદ્યણ મૂંધવા,કુલદીપ સરદારજી અને અન્ય એક શખ્સ સહિત ત્રણ આરોપીઓ એ છરીવડે હુમલો કર્યો હતો આ દ્યટના બાદ ફરી આરોપીઓ માર્કેટીંગ યાર્ડ પાસે જય ગાંઠિયાં લારીના માલિક સંજયભાઈ સોમૈયા પર પણ છરીવડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી આ બનાવમાં પોલીસે સાગર નવઘણ મૂંધવા અને કુલદીપને સરદારજી ને ઝડપી લીધા હતા અને કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

(11:21 am IST)