સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 3rd December 2020

આદિપુર પાસે સાલ કંપનીની કોલોનીમાં છરીની અણીએ ચાર મોબાઈલની લૂંટ

ભુજ, તા.૩: આદિપુર નજીક ભારાપર ગામ પાસે આવેલ સાલ સ્ટીલ કંપનીની કોલોનીમાં રહેતા બે ઘરોમાં ઘૂસેલા બે લૂંટારૂઓએ છરીની અણીએ ચાર મોબાઈલની લૂંટ ચલાવી હતી. આશારામ યાદવ, શિવશંકર મોરિયા અને જીતેન્દ્ર લોહિયા પાસેથી છરીની અણીએ બે શખસો ચાર મોબાઈલ લૂંટી ગયા હતા. લુટારુઓએ રોકડ પણ માંગી હતી. પણ, આ ફરિયાદીઓ એ પોતાની પાસે રોકડ ન હોવાનું કહેતાં તેઓ મોબાઈલ લઈ નાસી છૂટયા હતા. બન્ને લુટારુઓએ બુકાની બાંધી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(11:21 am IST)