સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 3rd December 2019

મોરબી પંથકમાંથી સગીરાનું અપહરણ

મૂળ મધ્યપ્રદેશના પરિવારની પુત્રીને ફોસલાવી મધ્યપ્રદેશનો શખ્શ ભગાડી ગયો

 

મોરબી તાલુકા પંથકમાં રહેતા અને મૂળ મધ્યપ્રદેશના પરિવારની સગીર વયની દીકરીનું મધ્યપ્રદેશ વાળો અપહરણ કરી લઇ ગયો હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાઈ છે.

મળતી વિગત મુજબ મોરબી તાલુકા પંથકમાં રહેતા અને મૂળ મધ્યપ્રદેશના પરિવારની સગીર વયની દીકરીને મનોજ કલુંરામ સુર્યવાશી નામનો શખ્સ લલચાવી ફોસલાવીને બદકામ કરવાના ઈરાદે અપરહણ કરી લઇ ગયેલ હોવાનું ફરિયાદ સગીરાના પિતાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાવી છે.તો મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(1:11 am IST)