સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 3rd December 2019

મોરબીની અવની ચોકડીએ પાણીની લાઈન લીકેજ : હજારો લીટર પાણીનો વેડફાટ થયો

અવની ચોકડીએ આખો દિવસ પાણીનો વેડફાટ :ઉમિયા સર્કલ પાસે જ પણ આવી જ સ્થિતિ

 

મોરબી: શહેરમાં ઉભરાતી ગટરની સમસ્યા અનેક વિસ્તારમાં જોવા મળે છે અને પાણીની લાઈન લીકેજથી પાણીના વેડફાટ જોવા મળે છે જેમાં અવની ચોકડીએ આખો દિવસ પાણી વેડફાયા બાદ હવે તંત્ર જાગ્યું છે

મોરબીની અવની ચોકડીએ પાણીની લાઈન લીકેજથી પાણી વેડફાયું હતું અને સોમવારે આખો દિવસ પાણીનો વેડફાટ થયો હતો બાદમાં મંગળવારે તંત્રને શરમ આવતા આખરે રીપેરીંગ માટે પહોંચ્યું હતું તેવી માહિતી પણ સ્થાનિકો પાસેથી પ્રાપ્ત થઇ છે

તો ઉમિયા સર્કલ પાસે પણ આવા દ્રશ્યો જોવા મળ્યા હતા જેમાં પાણી વેડફાઈ રહ્યું હોય તેવા ફોટો પણ સોશ્યલ મીડિયામાં ફરતા થયા હતા અને ઉમિયા સર્કલ તેમજ અવની ચોકડી વિસ્તારમાં પાણીના વેડફાટ ઉપરાંત ઉભરાતી ગટરની સમસ્યા તો સામાન્ય બની રહી છે

(1:03 am IST)