સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 3rd December 2019

મોરબી હળવદ હાઈવે પર બે સ્થળે અકસ્માત : કારની ઠોકરે બાઈકસવાર યુવાન સહીત બેને ઈજા

 

હળવદના માળિયા હળવદ હાઈવે પર તેમજ મોરબી હળવદ હાઈવે પર બે સ્થળે અકસ્માત સર્જાયા હતા જેમાં કારની ઠોકરે બાઈકસવાર યુવાન સહીત બેને ઈજા પહોંચી હોય જે બંને બનાવો અંગે પોલીસે નોંધ કરી તપાસ હાથ ધરી છે

   હળવદના નવા દેવળિયાના રહેવાસી યુવરાજસિંહ અભેસિંહ પરમારે પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે સેન્ટ્રો કાર નં જીજે ૦૬ એએચ ૬૭૯૦ ના ચાલક ધર્મેન્દ્રસિંહ વાઘેલા રહે જેગડવા તા. ધ્રાંગધ્રા વાળાએ ફરિયાદીના મોટરસાયકલ નં જીજે ૩૬ ૩૬૬૮ સાથે અથડાવી બાઈકસવારને ઈજા પહોંચાડી હોવાની ફરિયાદ નોંધાવી છે

  અન્ય અકસ્માતમાં હળવદના ટીકર ગામના રહેવાસી વાસુદેવભાઈ ભુરાભાઈ કોળીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે આઈ ૨૦ કાર નં જીજે ૩૬ બી ૮૮૩૦ ના ચાલકે ફરિયાદીના મોટરસાયકલ નં જીજે ૩૬ એન ૩૩૫૪ સાથે અથડાવી ઈજા પહોંચાડી છે હળવદ પોલીસે બંને અકસ્માતના બનાવોની નોંધ કરી તપાસ ચલાવી છે

(12:58 am IST)