સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 3rd December 2019

મોરબી જિલ્લામાં ચાર કરતા વધુ વ્યકિતઓને ભેગા થવા પર 31મી ડિસેમ્બર સુધી પ્રતિબંધ

કોઇ સભા ભરવા પર કે સરઘસ કાઢવા ઉપર પ્રતિબંઘ ફરમાવાયો

મોરબી: મોરબી  જિલ્લામાં જાહેર સુલેહ શાંતિ તથા કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુસર મોરબી જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ કેતન જોષીએ મોરબી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા.૩૧-૧૨-૨૦૧૯ સુધી સક્ષમ અધિકારીની મંજુરી વિના જાહેર સ્થળોએ અન અધિકૃત રીતે / ગેરકાયદેસર રીતે ચાર કરતા વધુ વ્યકિતઓએ એકત્રિત થવા પર કે કોઇ સભા ભરવા પર કે સરઘસ કાઢવા ઉપર પ્રતિબંઘ ફરમાવેલ છે.

હુકમ સ્થાનિક સતાવાળાઓ પાસેથી જરૂરી પરવાનગી મેળવી હોય તેવી વ્યકિતને - સંસ્થાને, ફરજ ઉપર હોય તેવી ગૃહ રક્ષકદળની વ્યકિતને, કોઇ લગ્નના વરઘોડાને, સરકારી નોકરીમાં અથવા રોજગારમાં હોય તે વ્યકિતને, કોઇ સ્મશાન યાત્રાને લાગુ પડશે નહી. હુકમનો ભંગ અથવા ઉલ્લંધન કરનાર શિક્ષાપાત્ર થશે

(12:45 am IST)