સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 3rd December 2019

દેવભૂમિ દ્વારકાને કલંકિત કરતો કિસ્સો : મીઠાપુર પાસે સાંજના સમયે શિક્ષિકા સાથે દુષ્કર્મનો પ્રયાસ

બે શખ્સોએ બાઇક માં બેસાડી ઝાડીમાં લઈ ગયા : શિક્ષકાએ બુમાબુમ કરતા એક બહાદુર વ્યક્તિએ બચાવી

દ્વારકા: ગુજરાત ભર માં બળાત્કારના કિસ્સાઓ સામે આવ્યા બાદ ફરીથી છેડતીનો કિસ્સો આવ્યો સામે આવ્યો છે દેવભૂમિ દ્વારકાને કલંકિત કરતો કિસ્સો. બહાર આવ્યો છે

  દ્વારકા તાલુકાના મીઠાપુર પાસે હમુસર વાડી શાળા પાસે મહિલા શિક્ષિકા સાથે દુષ્કર્મનો પ્રયાસ કરાયો હતો

  મહિલા શિક્ષિકા સાંજ ના સમયે શાળાએથી પરત ફરતી વેળાએ બે શખ્સોએ બાઇક માં બેસાડી ઝાડી માં લઇ જઇ દુષ્કર્મ આચરવા પ્રયાસ કરાયો હતો

  મહિલા શિક્ષકાએ બુમાબુમ કરતા ઘટના સ્થળે એક વ્યક્તિ આવી જતા મહિલા શિક્ષિકાને બચાવી ત્યાંથી બહાર આવ્યા હતા

  સમગ્ર ઘટનાની ગંભીરતા જોતા ડી.વાય.એસ.પી સહિતનાઓ તપાસ શરૂ કરી છે

મહિલા શિક્ષિકાની ફરિયાદના આધારે એટ્રોસીટી સહિત વિવિધ કલમો હેઠળ ગુન્હો નોંધાયો છે .

(9:56 pm IST)