સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 3rd December 2019

અમરેલી જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શિક્ષકોના પ્રશ્ને આવેદન-ધરણા

સાવરકુંડલા, તા.૩: અમરેલી જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ મહેન્દ્રભાઇ આર. વિછિંયા મહામંત્રી હિંમતભાઇ એ. સોરઠીયાની આગેવાનીમાં શિક્ષકો દ્વારા ધરણા-આવેદનપત્ર પાઠવીને શિક્ષકોને ન્યાય આપવા માંગણી કરી છે.

તેઓએ પાઠવેલ આવેદનપત્રમાં જુની પેન્શન યોજના ફરી શરૂ કરવી ઉપરાંત છઠ્ઠા પગારપંચની વિસંગતતાઓ દુર કરી સાતમા પગારપંચની સંપૂર્ણ અમલવારી તા.૧-૧-૨૦૧૬ની અસરથી સમગ્ર દેશના બધા શિક્ષકો માટે સમાન રૂપે લાગુ કરવી.દેશના બધા રાજ્યોના ફિકસ પગારી શિક્ષકો /પેરા ટીચર્સ/ શિક્ષકો સહાયક / વિદ્યાસહાયક /ગણ શિક્ષકો અથવા નિયોજિત શિક્ષકોને ૩ માર્ચ ૨૦૨૧ પહેલા એકસરખું વેતન આપવામાં આવે. નવી રાષ્ટ્રીય શિક્ષક નિતિમાં શિક્ષકને હાનિકર્તા બાબતો દુર કરવી. શિક્ષક લાયકાત માટે લેવાતી પરીક્ષાઓ શિક્ષક કોર્ષ માટેની પરીક્ષા પહેલા પૂર્વ આયોજન થાય તેમ કરવું

અ.ભા.પ્રા.શિ. સંઘ દ્વારા પાંચ પ્રશ્રોનો સમાવેશ કરી આખા દેશમાં આંદોલન કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે. દરેક રાજ્યમાં આ પાંચ પ્રશ્રો સિવાય જે પ્રશ્રો હોય તે આની સાથે સામેલ કરી તાલુકા -જિલ્લા અને રાજ્ય કક્ષાએ થનારા કાર્યક્રમમાં રાજ્ય સરકારોને આપી શકાશે. તેમ અ.ભા.પ્રા.શિ. સંઘના પત્રમાં જણાવેલ છે.(

(1:41 pm IST)