સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 3rd December 2019

લાઠી તાલુકામાં બિસ્માર રસ્તા મુદ્દે પ ગામના લોકો દ્વારા દેખાવો

લાઠી, તા. ૩ : અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં બિસમાર રોડ-રસ્તાઓના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે..લાઠી થી પ્રતાપગઢ-ભીંગરાડ અને લુવારીયાથી આંસોદરઙ્ગઅને હરીપર ગામને જોડતો માર્ગ બિસમાર હાલતમાં છે. જેને લઈને વિદ્યાર્થીઓ,ખેડૂતો અને સામાન્ય લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે...છેલ્લા ૧ વર્ષથી આ રોડ રસ્તાની દયનિય પરિસ્થિતિ છે...જેને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે...ગઈ કાલે આસપાસના ૫ ગામના સરપંચો તેમજ ૧૦૦ થી વધુ લોકોએ રોડ પર બેસી ચક્કાજામ કર્યો હતો જયારે કેટલાક લોકોએ અર્ધનગ્ન અવસ્થામાં દેખાવો કરી રોષ ઠાલવ્યો હતોઙ્ગત્યારે આજે પ્રતાપગઢ, ભીંગરાડ, આંસોદર, લુવારીયા, કૃષ્ણગઢ સહિતના ૫ થી વધુ ગામોના સરપંચો તેમજ ૨૦૦ થી વધુ લોકો કલેકટર કચેરીએ પહોંચી કલેકટરને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી..

 જિલ્લા વિકાસ અધિકારીને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી. આ રોડ રસ્તાનો પ્રશ્ન ઉકેલવામાં આવે નહિતર ગાંધી ચિંધ્યા માર્ગે કલેકટર કચેરી સામે બેસી ધરણા કરવાની ચીમકી ગ્રામજનોએ ઙ્ગઉચ્ચારી હતી.

આ રોડ-રસ્તાના પ્રશ્ન લઈને કલેકટર દ્વારા લોકોના પ્રશ્નોને સાંભળવામાં આવ્યા હતા અને આ રોડના પ્રશ્ન અંગે અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ,બાંધકામ સમિતિના ચેરમેન અને ડીડીઓને સૂચના આપી દેવામાં આવશે. તેવું કલેકટર આયુષ ઓકએ જણાવ્યું હતું.

(1:38 pm IST)