સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 3rd December 2019

પડધરી ગ્રામ પંચાયતના સફાઇ કામદારોને ૧પ વર્ષથી સરકારના નિયમ મુજબ વેતન મળતુ નથી : કલેકટરને રજુઆત

રાજકોટ, તા. ૩ : સફાઇ કામદાર જાગૃતિ મંડળી કલેકટરને પત્ર પાઠવી પડધરી ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા સફાઇ કામદારોને છેલ્લા ૧પ વર્ષથી સરકારના ધારા ધોરણ મુજબ વેતન તેમજ કાયમી હકક આપવામાં આવતા નથી તે અંગે રજુઆતો કરી હતી.  પત્રમાં જણાવેલ કે પડધરી ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા સફાઇ કામદારોની હાલત ભારત દેશને જયારે આઝાદી મળેલ ન હતી. અંગ્રેજોની ગુલામીમાં સમગ્ર દેશ જીવતું હતું તેવી છે.  રાજય સરકારેસ લઘુતમ વેતનધારો નકકી કરેલ હોય છતાં ગ્રામ પંચાયત પાર્ટ ટાઇમ સફાઇ કામદારને રૂ. ર૦૦૦ ફુલ ટાઇમ સફાઇ કામદારને રૂ. ૪૦૦૦ કાયમી સફાઇ કામદારને રૂ. ૮પ૦૦ રૂપિયા જ પગાર ચુકવવામાં આવે છે છેલ્લા ઘણા સમયથી પાર્ટટાઇમ સફાઇ કામદાર, ફુલટાઇમ સફાઇ કામદારને કાયમી કરવામાં આવેલ નથી. પડધરી ગામની વસ્તુ પ્રમાણ સફાઇ કામદારો રાખવા જોઇએ કે નહીં તે રાખતા નથી અને બે-બે હજારમાં વાલ્મીકી સમાજના સફાઇ કામદારો પાસે કામ લેવડાવે છે. આ બાબતે જયારે જયારે અવાજ ઉઠાવવામાં આવે છે ત્યારે સફાઇ કામદારના પરિવારોને ધામધમકી તેમજ ગામ બહાર કાઢી મુકશું. તેવું સ્પષ્ટ કહેવામાં આવે છે.

રાજય સરકારના ધારા ધોરણ નીતિ નિયમ શું દરેક ગ્રામ પંચાયતમાં જુદા જુદા હોય છે. આજદીન સુધી કયારેય પાર્ટ ટાઇમ સફાઇ કામદાર/ફુલ ટાઇમ સફાઇ કામદારને કાયમી કરવામાં આવેલ નથી.

અમારી લાગણીભર માગણી છે કે ૧પ વર્ષથી દયનીય હાલત અને ગંભીર હાલાકી ભોગવતાં તેમજ આવી કપરી મોંઘવારીમાં ઝઝુમતા પડધરી ગ્રામ પંચાયતના સફાઇ કામદારોને લઘુતમ વેતન મુજબ પગાર ચુકવવામાં આવે અને પાર્ટ ટાઇમ સફાઇ કામદાર/ ફુલ ટાઇમ સફાઇ કામદારને તાત્કાલીક અસરથી કાયમી કરવામાં આવે તેવી યોગ્ય કાર્યવાહી કરાવશો.(

(1:37 pm IST)