સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 3rd December 2019

દુષ્કર્મના આરોપીઓને ૪૮ કલાકમાં ફાંસીની સજા કરાવોઃ ખેડૂતોને પાકવિમા મુદ્દે ન્યાય આપોઃ ધારાસભ્યોની પોલખોલ કાર્યક્રમની ચિમકી

વિધાનસભામાં પ્રશ્નો ઉઠાવવા ખેડૂત સમાજ ગુજરાત દ્વારા માંગણી

જેતપુર, તા., ૩:  જેતપુર-ખેડુત સમાજ ગુજરાત દ્વારા દુષ્કર્મ કેસના આરોપીઓને ૪૮ કલાકમાં ફાંસીનીસજા આપો, ખેડુતોને પાક વિમા મુદ્દે ન્યાય આપો સહીતના મુદ્દે ચેતન ગઢીયા દ્વારા વિધાનસભાના સત્રમાં પ્રશ્નો ઉઠાવે નહીતર તમામ ધારાસભ્યોની પોલખોલ કાર્યક્રમ આપવાની ચીમકી આપી છે.

તેઓએ વધુમાં જણાવ્યું છે કે ર દિવસનું વિધાનસભા સત્ર ૯ અને ૧૦ં તારીખે ચાલુ થઇ રહયું છેઆ ર દિવસના વિધાનસભા સત્રમાં દુષ્કર્મ આચરનારને ૪૮કલાકમાં ફાંસીની સજા કરવામાં આવે ખેડુતોને ૧૦૦ ટકા પાકવીમો ટેકાનું તરકટ બંધ કરી સીધો જ ખેડુતોના ખાતામાં લાભ આપવો. સંપુર્ણપણે ખેડુતોનું દેવું માફ કરવામાં આવે. ગુજરાતમાં ૧૪૬ ટકા વરસાદ નોંધાયો છે. તો ગુજરાતના તમામ ગામોને લીલા દુષ્કાળગ્રસ્ત જાહેરકરવામાં આવે. આરટીઓના કાળા કાયદાનો વિરોધ કરવામાં આવે. પરીક્ષા ભરતી કૌભાંડ, ગામડાઓની પ૦૦૦ શાળાઓ બંધ કરવાનો નિર્ણય પાછો ખેંચવામાં આવે કેમકે ગામડાની શાળાઓ બંધ કરવી એટલે ગામડાના ગરીબ ખેડુતના દીકરા દીકરીઓને શિક્ષણથી વંચીત કરવા જેથી નિર્ણયનો વિરોધ કરવાની ચીમકી આપી છે.

આ પ મુદાઓ પર ૧૮ર ધારાસભ્યોએ વિધાનસભામાં વિરોધ કરી ગુજરાતમાં એક એક નાગરીકોના મનમાં સવાલ છે તે વિધાનસભામાં ઉઠાવવામાં આવે તે જરૂરી છે.

જો આમ કરવામાં નહી આવે તો આવનારા દિવસોમાં તમામે તમામ ધારાસભ્યશ્રીઓના મોબાઇલન નંબર એક એક નાગરીક સુધી પહોંચાડી વિધાનસભામાં પ્રશ્ન ન ઉઠાવનાર ધારાસભ્યશ્રીને ફોન કરશે. જો તમે ધારાસભ્યશ્રીઓ ફોન બંધ કરી દેશો તો ઘર બહાર ધરણા પ્રદર્શન કરવામાં આવશે.

ગુજરાતમાં દીકરી સુરક્ષીત નથી ખેડુતો લાચાર બની ગયાછે.બેકાર યુવાનને પરીક્ષામાં બોલાવી  તેમની મજાક કરવામાં આવી રહી છે. ગરીબો, ખેડુતોના દીકરા દીકરીઓને શીક્ષણથી વંચીત કેમ રાખી શકાય તેવો કાવતરા સમાન નિર્ણય લેવાઇ રહયો હોય અને રોજ ૩૦૦ રૂપીયા કમાતા નાગરીકો આરટીઓના કાળા કાયદાથી પ૦૦ રુપીયામાં દંતાતા હોય ત્યારે આવાકપરા સમયમાં પણ જેનેબોલવુંજોઇએ જેણે વિધાનસભામાં સવાલ ઉઠાવવા જોઇએ તેવા ધારાસભ્યશ્રીઓ ચુપ બેસી રહેશે તો હવે ગુજરાતના નાગરીકો, ખેડુતો, યુવાનો ચુપ નહી બેસી રહે તમામ ધારાસભ્યશ્રીઓને ગુજરાતના નાગરીકો વતી ગુજરાતના તમામ ખેડુત સંગઠનો દ્વારા ખુલી ચેતવણી છે કે પ્રશ્નો વિધાનસભામાં ઉઠાવવા માટે મોકલ્યા છે. જો આપ અમારા ઉપરોકત મુખ્ય પ્રશ્નો વિધાનસભામાં નહી ઉઠાવો તો નાગરીકોએ ધારાસભ્યશ્રીઓ સામે મોરચો માંડવો પડશે.

તેમ ચેતન ગઢીયા, સાગર રબારી, ગીરધરભાઇ વાઘેલા, કુલદીપભાઇ સગર, રતનસિંહ ડોડીયા, જે.કે.પટેલ, પાલભાઇ આંબલીયા, ભરતસિંહ ઝાલા, સિધ્ધાર્થ દેસાઇ, યાકુબભાઇ ગુરૂજી, આત્મારામ પટેલ, શૈલેષ ઠાકર, અતુલ સેખડા, રમણીક જાની, ભરત ડાલાણી, ડાયાભાઇ ગજેરા, અતુલ કામાણી, નાગજીભાઇ ભાયાણીએ જણાવ્યું છે.(

(1:36 pm IST)