સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 3rd December 2019

જેતપુર તાલુકાના જેતલસર ગામના સરપંચની પહેલઃ ગૌચરની જમીન પર ખડકાયેલા દબાણને દૂર કરવા શાળા ટ્રસ્ટ સુત્રોને નોટીસ

૫ દિવસની મહેતલઃ શિક્ષકોએ નોટિસનો સ્વીકારતા ટીડીઓની સૂચનાથી તલાટીએ શાળાની દિવાલમાં નોટિસ ચિપકાવી !

જેતલસર, તા.૩ :  વર્તમાન સરકારે રાજયભરમાં જયાં જયાં ગૌચરની જમીન ઉપર પેશકદમી થઈ છે તેવી જગ્યાઓને તાત્કાલિક ખુલ્લી કરવા હવે જે તે ગામના સ્થાનિક સરપંચને સત્ત્।ા આપી દીધી છે. આવી સત્ત્।ાનો ઉપયોગ કરી જેતલસર ગામના સરપંચ પિયુષ ઠુમરે ગામની ગૌચરની જમીન પર ખડકાયેલી શાળાને હટાવી દબાણ દૂર કરવાની શાળા સુત્રોને નોટિસ મોકલતા ચકચાર જાગી છે.

ગામના સ્થાનિક સરપંચને  આવી સતા મળતાં  આવી સત્ત્।ાનો ઉપયોગ કરીને સ્થાનિક પંચાયત સુત્રો ગૌચરની જમીનો ખુલ્લી કરાવી ખુલ્લી કરાવી શકે છે. પણ પ્રત્યેક સરપંચોમાં એવા સવાલો ઉઠયા હતા કે  ગામમાં આવું દબાણ હટાવ અભિયાન શરૂ કેવી રીતે કરવું ?કારણ કે ગામના લોકોના મતોથી તેઓ ચૂંટાયા હોય છે, અને જો તેઓ ગામની  પેશકદમી દૂર કરવા કઠોર પગલા ઉઠાવે તો ગામની આંખે થાય તે સ્વાભાવિક છે.

પરંતુ આવા વિચારો અને માન્યતાઓને હડસેલીને જેતપુર તાલુકાના ૫૨ ગામો પૈકીના એક માત્ર જેતલસર ગામના સરપંચ  પિયુષભાઈ જયંતીભાઈ ઠુંમર ગૌચરની જમીન ખુલ્લી કરાવવા માટે પ્રથમ પહેલ કરતા જાગૃત લોકોમાં તેમની તેમની સરાહના થઈ રહી છે.

આ બાબતે મળતી વિગતો મુજબ જેતપુર તાલુકાના જેતલસર ગામ ગામે બસ સ્ટેન્ડ થી થોડે દુર થોડે દુર જુનાગઢ સ્ટેટ હાઈવેની ડાબી બાજુ એક બાજુ વર્ષો થયા ગૌચરની જમીનમાં એક શૈક્ષણિક સંકુલ ઊભું કરી દેવાયું ઊભું કરી દેવાયું કરી દેવાયું છે. આ શૈક્ષણિક સંકુલ પ્રથમ તો ગ્રામ પંચાયત સંચાલિત હતું. પરંતુ પાછળથી રાજકીય કાવાદાવાઓના માહેર એવા તે વખત જેતલસરના સરપંચ દિનેશ ભુવાએ આ સંકુલને એજયુકેશન ટ્રસ્ટમાં

આવરી લેતા જે તે વખતે આ બાબતે મોટો વિરોધ થયો હતો. પરંતુ દિનેશ ભુવાએ રાજકીય રીતે ગામ લોકોના અવાજને દબાવી દીધો હતો.

બીજી બાજુ તાજેતરમાં જ રાજય સરકારે રાજયભરમાં જયા ગૌચરની જમીનો  પર દબાણ હોય તે ખુલ્લું કરવા ગામના સરપંચને સત્ત્।ા આપી દેતા હજારો એકર ગૌચરની જમીન ખુલ્લી થવાની  સંભાવનાઓ છે

સરકારના આ નિર્ણયથી પ્રથમ તો પ્રત્યેક ગામોના સરપંચો વિમાસણમાં મુકાઈ ગયા હતા. પરંતુ કાયદો કાયદાનું કામ કરે તે વાતને ધ્યાને લઇને સરપંચોમાં  થોડી જાગૃતિ આવી રહી છે. આ વાત જાણે અક્ષર સાબિત થતી હોય તેમ હોય તેમ જેતપુર તાલુકાના જેતલસર ગામના ના ઉત્સાહી અને જાગૃત સરપંચ પિયુષભાઈ જયંતીભાઈ ઠુંમરે જેતલસર ગામમાં ગૌચરની જમીન પર વર્ષો થયા પેશકદમી કરનાર શાળા સંકુલને  આજે માત્ર પાંચ દિવસની મહેતલ આપતી નોટિસ ફટકારીને ગૌચરની જમીન પરનું દબાણ દૂર કરવા જણાવતા  જાણકારોમાં ચકચાર જાગી છે.

નોટિસમાં સરપંચે જણાવ્યું છે  કે, જેતલસર ગામમાં જુનાગઢ રોડ ઉપર ઉપર ગૌચરની સરવે નંબર ૫૯૩  પૈકીની જમીન ઉપર છેલ્લા ૩૫ વર્ષ થયા  ગેરકાયદેસર રીતે શાળા ઉભી કરીને  પંચાયત અધિનિયમ કલમ ૧૦૫(૨)નો ભંગ કરાયનું જણાય છે.

આથી આ ૫ દિવસની મહેતલની નોટિશથી જેતલસર ગ્રામ પંચાયતના સરપંચ પિયુષ જેન્તીભાઈ ઠુમરે પી.ડી.ભુવા એજયુકેશન ટ્રસ્ટના કાર્યવાહકોને તાકીદ કરી છે કે તા.૨ થી ૫ દિવસ સુધીમાં એટલે કે તા.૬.૧૨.સુધીમાં ગૌચરની જમીન પરનું દબાણ હટાવી લેવું અન્યથા પંચાયત તંત્ર સરકાર દ્વારા મળેલી સત્ત્।ાનો ઉપયોગ કરાશે.

ત્યારે ગામના સરપંચે આવી નોટિસ માટે પંચાયતના તલાટી અને કલાર્કને શૈક્ષણિક સંકુલ પર મોકલતા હાજર શિક્ષકોએ નોટિસ સ્વીકારવાનો ઇનકાર કરતા, જેતપુર તાલુકા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ તલાટી મંત્રીએ શાળાની દીવાલ પર નોટિસ ચિપકાવી કાર્યવાહી પૂર્ણ કરી હતી. આ વાતના જાણકારોમાં ચકચાર જાગી છે.

પોતાના ગણાવતા ટ્રસ્ટ અને શાળા સંકુલને ગૌચરની જમીન પરથી દૂર કરવા ગામના સરપંચે ૫ દિવસની મહેતલની નોટિસ આપી હોવા અંગે જવાબ આપતા દિનેશ ભુવાએ કહ્યું હતું કે મારે કોઈ જવાબ આપવો નથી. પોતાના શાળાના બાંધકામને દૂર કરવા બાબતે તેમણે હાઇકોર્ટમાંથી સ્ટે લીધેલો છે. ત્યારે સમય જ બતાવશે કે સરપંચની કામગીરી આગળ વધશે કે કોઈ કાયદાકીય વિઘ્ન આવશે?

(1:23 pm IST)