સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 3rd December 2019

ભાણવડ પંથકમાં બે સંધી પકડાયાઃ જામનગર અને દ્વારકા જીલ્લાની ૧૩ ચોરીઓની કબુલાત

ખંભાળીયા તા. ૩: રાજકોટ રેન્‍જના નાયબ પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ દેવભુમિ દ્વારા જિલ્લા પોલીસ વડા રોહન આનંદ ઇન્‍ચાર્જ પો. અધિ. સી. સી. ખટાણાની સુચના મુજબ ગઇ તા. ૧પ-૧૧-ર૦૧૯ના રોજ ભાણવડ પો. સ્‍ટે.ના ચોખંડા ગામે દુકાનોમાં રાત્રીના સમયે તાડા તોડી કુલ રૂા. ૧૯૦૦૦/-ની ચોરીનો બનાવ બનેલી જે ચોરીનો અનડીટેકટ ગુનો શોધી કાઢવા એલ.સી.બી.ના પોલીસ ઇન્‍સ. એમ. ડી. ચંદ્રાવાડીયાનાઓએ સુચના કરતા એલ.સી.બી.ની ટીમે ચોરીનો ગુનો ઉકેલવા કામગીરી સોંપેલ.

દરમીયાન એ.એસ.આઇ. સજુભા જાડેજા, અજીતભાઇ બારોટ તથા પોલીસ હેડ કોન્‍સ. જેસલસીંહ જાડેજાનાઓને મળેલ બાતમી આધારે પેટ્રોલીંગ દરમીયાન બે ઇસમો પકડી પાડી ભાણવડ પો. સ્‍ટે. ફ.ગુ.ર.નં. ૪૦/૧૯ ઇ.પી.કો. કલમ ૪પ૭, ૩૮૦, ૧૧૪ મુજબના ગુનાના કામે ચોરીમાં ગયેલ રોકડા રૂા. ૧૯૦૦૦/- તથા ખંભાળીયા પો. સ્‍ટે. ફ.ગુ.ર.નં. ૧૧૩/૧૯ ઇ.પી.કો. ૩૭૯ ચોરાયેલ હીરો હોન્‍ડા સ્‍પ્‍લેન્‍ડર મોટર સાયકલ કિ. રૂ. ૩૦,૦૦૦/- તથા જામજોધપુર પો. સ્‍ટે. ફ.ગુ.ર.નં. પ૬/૧૯ ઇ.પી.કો. ૩૭૯ ના કામે ચોરાયેલ હોન્‍ડા સાઇન મોટર સાઇકલ કિ. રૂા. ૩૦,૦૦૦/- મોબાઇલ ફોન મળી કુલ રૂા.૮પ૪૦૦ ના મુદામાલ સાથે પકડી પાડી ચોરીનો અનડીટેકટ ગુનો શોધી આરોપીઓને અટક કરી આગળાની કાર્યવાહી અર્થે ભાણવડ પો.સ્‍ટે. સોપી આપેલ.

આ બંને ઇસમોની પુછપરછમાં જામનગર અને દેવભુમિ દ્વારકા જિલ્લામાં મળી કુલ ૧૩ ચોરીઓની કબુલાત આપેલ જેમાં દેવભૂમિ દ્વારકા જીલ્લાના છ ગામો (૧) બબરજર ાગમ, (ર) કંડોરણા ગામ(૩) બજાણા (૪) ચોખંડા (પ) જે.પી.દેવાળીયા ગામ(૬) હાપા લાખાસર ગામ તથા જામનગર જિલ્લાના બે ગામો ક૧) ગોપ ગામ (ર) મોટા વડીયા ગામમાં ચોરીઓ કરેલની કબુલાત આપેલ.

આરોપીઓ (૧) મહેબુબ દોશમામદ ભટ્ટી સંધી વ.૧૯, (ર) મનુ નુરમામદ ઉમરભાઇ ભટ્ટી ઉ.૧૮ રહે. પીરલાખાસર ગામ તા.ખંભાળીયા છ.ે

આ કાર્યવાહી એલસીબીના પોઇન્‍સ. એમ.ડી.ચંદ્રવાડીયા સુચનાથી તથા પો.સ.ઇ. વી.એમ.ઝાલાના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. એ.એલ.બારોટ, સજુભા, વિપુલભાઇ ડાંગર, બીપીનભાઇ જોગલ તથા પો . હેડ કોન્‍સ. જેસલહિં જાડેજા દ્વારા કરવામાં આવેલ છે.

(12:51 pm IST)