સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 3rd December 2019

પોરબંદર બે જુથોની મારામારી લુંટ કેસમાં આરોપીના જામીન મંજુર

રાજકોટ તા.૩: પોરબંદરમાં ચકચારી બનેલા બે મુસ્‍લીમ જુથના મારામારી લુંટના ગુનામાં જામીન અરજી પોરબંદર કોર્ટ મંજુર કરી હતી.

પોરબંદરમાં મુસ્‍લીમ સમાજમાં ખુબજ ચકચારી બનેલા મુસ્‍લીમ સમાજના જ બે સમુદાઇ સામાસામે આવી જતા અને તે પૈકી સલીમ યુસુફભાઇ સુર્યા દ્વારા પોરબંદર ના ખુબજ આગેવાન બીલ્‍ડર્સ યુસુફભાઇ પુજાંણી તેમજ પોરબંદરના જાણીતા ઇબ્રાહીમ ઉમર વીગેરે ઉપર તેને માર મારવાની તેમજ તેની ઓફીસ માંથી લુટ કરવાની ફરીયાદ નોધાવેલી હતી તેના કારણે મુસ્‍લીમ સમાજમાં આ પ્રકરણ ખુબજ ચકચારી બની ગયેલ હતુ અને પોલીસ દ્વારા આરોપીઓ પૈકી ચાર તહોમદારોની ધરપકડ કરી લેતા અને લુટ નો ગુનો હોય તેથી જેલ હાવલે થયેલા હતા અને જેલમાંથી જ તેના એડવોકેટ ભરતભાઇ લાખણી મારફતે જામીન અરજી કરેલ હતી.

કોર્ટ દ્વારા પોલીસ પેપર્સ તથા વકીલ શ્રીની દલીલ ધ્‍યાને રાખી ચારેય આરોપીઓને શરતોને આધીન જામીન ઉપર છોડવાનો હુકમ કરેલ છે.

આ કામમાં આરોપીઓ વતી પોરબંદરના જાણીતા એડવોકેટ શ્રી ભરતભાઇ લાખાણી, દીપકભાઇ લાખાણી, એમ જી શીગરખીયા, એન જી જોષી, પંકજ પરમાર, જીતેન સોનીગ્રા, અનીલ સુરાણી, જયેશ બારોટ તથા નવધણ જાડેજા રોકાયેલા હતા.

(12:50 pm IST)