સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 3rd December 2019

માળીયાના ઘોડાધ્રોઈ નદીના હોંકળાના પાણીમાં ઝેરી અસરથી માછલીઓના મોત

સુલતાનપુર પાસે અજાણ્‍યા શખ્‍સોએ ઝેરી દવા નાખી દીધાની ચર્ચાઃ હજારો નાની માછલીના મોતથી ગ્રામજનોમાં રોષઃ માછલીના થપ્‍પા લાગી ગયા

માળીયામિંયાણા,તા.૩:સુલતાનપુર પાસે દ્યોડાધ્રોઈ નદીના હોંકળાના પાણીમાં કોઈ અજાણ્‍યા શખ્‍સોએ ઝેરી દવા નાખી દેતા અસંખ્‍ય માછલીઓ મોતને ભેટતા જીવદયાપ્રેમીઓમાં રોષ ભભુકી ઉઠ્‍યો છે સુલતાનપુર ગામ પાસેથી પસાર થતી દ્યોડાધ્રોઈ નદીના હોંકળાના પાણીમાં કોઈ અજાણ્‍યા શખ્‍સોએ ઝેરી દવા નાખી દેતા હજારો માછલીઓના તડપી તડપી મોત થયા ઝેરી દવાની અસરથી હજુ પણ અનેક માછલાઓ તરફડીયા મારી રહ્યા છે તો અસંખ્‍ય માછલીઓના ટપોટપ મોત થતા રોષ ભભૂકી ઉઠ્‍યો છે હાલ નદી કાંઠે હજારોની સંખ્‍યામાં મૃત હાલતમાં માછલીઓના ઢગલાઓ ખડકાયા છે જેથી અહીથી પસાર થતા લોકોમાં અને પશુઓના આરોગ્‍ય પર ખતરો ઉભો થાય તેવી દહેશત ઉભી થઈ છે તેમજ નદીનુ પાણી નાના મોટા પશુઓ પીવે તો ઝેરી અસર થાય તેવો ભય હાલ ગ્રામજનોને સતાવી રહ્યો છે અત્રે ઉલ્લેખનીય છેકે અસંખ્‍ય માછલીના ટપોટપ મોત થયાનુ કારણ હજુ ચોકકસ જાણી શકાયુ નથી પરંતુ હાલ તો માછલીઓના મોતનુ કારણ ઝેરી દવા હોઈ શકે તેવી ચર્ચા થઈ રહી છે જોકે માછલીઓને તડપાવી તડપાવી મારવાનુ કૃત્‍ય કરનાર અજાણ્‍યા શખ્‍સ વિરૂધ્‍ધ આ દિશામાં તંત્ર કે ગ્રામજનો કોઈ પગલા લેશે ? આમ અસંખ્‍ય માછલીઓના મોતથી માછલીઓના થપ્‍પા લાગી ગયા છે જેની દુર્ગંધ ફેલાવવાથી રોગચાળોનો ભય ગ્રામજનો પર મંડરાય રહ્યો છે.

(12:32 pm IST)