સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 3rd December 2019

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં હવે પવનના સૂસવાટા શરૂઃ ઠંડીમાં વધઘટ

લઘુતમ તાપમાનના પારામાં ચડઉતરઃ માવઠાની આગાહીથી ખેડૂતોમાં ગભરાટ

રાજકોટ તા. ૩ :.. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં  આજે સવારથી પવનના સૂસવાટા સાથે ઠંડીમાં વધઘટ થઇ રહી છે. જયારે માવઠાની આગાહીથી ખેડૂતોમાં ગભરાટ ફેલાયો છે. લઘુતમ તાપમાનમાં ચડઉતર થયો છે.

જામનગર

જામનગર : આજનું હવામાન ર૭.૬ મહત્તમ, ૧૯ લઘુતમ ૭૬ ટકા વાતાવરણમાં  ભેજનું પ્રમાણ ૭.૮ પ્રતિ કલાક પવનની ગતિ રહી છે.

જુનાગઢ

જૂનાગઢ : સોરઠમાં આજે ગુલાબી ઠંડીમાં પણ ઘટાડો થયો છે. ગઇકાલે જૂનાગઢનું લઘુતમ તાપમાન ૧૮.ર ડીગ્રી રહ્યા બાદ આજે સવારે તાપમાન  વધીને ર૦ ડીગ્રી થયું હતું જેના  પરિણામે ઠંડી નહિવત થઇ ગઇ હતી.વાતાવરણમાં ભેજ ૭૧ ટકા અને પવનની ગતિ ૩.૧ કિ.મી.ની રહી હતી.

(12:25 pm IST)