સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 3rd December 2019

ગિરનાર આરોહણ- અવરોહણ સ્પર્ધા જૂનાગઢ સહીત ચોટીલા, ઓસમ, પાવાગઢ, ઈડર અને શેત્રુંજય પર્વત પર પણ યોજાશે

ગીરનારની જેમ અન્ય 5 જિલ્લામાં પણ સ્પર્ધા: ફોર્મ વિતરણની પ્રક્રિયા શરૂ

અમદાવાદ : જાન્યુઆરીમાં ગીરનારમાં યોજાનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનું હવે વિસ્તરણ કરાયું છે 49 વર્ષ પહેલા 1971માં આરોહણ અવરોહણ સ્પર્ધાનો પ્રારંભ થયો હતો. હવે આ સ્પર્ધા જૂનાગઢ સિવાય રાજ્યના 5 જિલ્લામાં પણ થશે.હવે રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર, પંચમહાલ અને સાબરકાંઠામાં આ સ્પર્ધા યોજાશે.

  ચોટીલા, ઓસમ, પાવાગઢ, ઈડર અને શેત્રુંજય પર્વત પર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાશે. હાલ આ સ્પર્ધા માટેના ફોર્મ વિતરણની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આમ હવે ગીરનારની જેમ અન્ય 5 જિલ્લામાં પણ સ્પર્ધા યોજાશે.

સ્પર્ધકો કોઈપણ જિલ્લામાં સ્પર્ધામાં ભાગ લઈ શકશે. જોકે એક સ્પર્ધક એક જ વખત ભાગ લઈ શકશે. આ મામલે 5 જિલ્લાના અધિકારીઓને તાલીમ આપવામાં આવી છે.

  હાલ ઓક્ટોબર મહિનામાં જૂનાગઢ ખાતે આરોહણ અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જૂનાગઢ ખાતે રાષ્ટ્રીય કક્ષાની આરોહણ અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

 સ્પર્ધાનું પરિણામ પણ જાહેર કરાયું હતું. જેમાં રાષ્ટ્રિય કક્ષાની સ્પર્ધામાં સનિયર ભાઇઓમાં પ્રથમ સ્થાને જૂનાગઢના રાઠોડ અમિત, જુનિયર ભાઇઓમાં પ્રથમ જૂનાગઢના પરમાલ લાલાભાઇ આવ્યા હતા. જૂનાગઢમાં યોજાયેલી આ સ્પર્ધામાં ભાગ લેવા માટે સમગ્ર રાજ્યભરમાંથી સ્પર્ધકો ઉમટયા હતા.

(12:11 pm IST)