સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 3rd December 2019

ભાવનગરમાં તળાવની પાળી ઉપર વેપાર કરવા સામે હેરાનગતિઃ મચ્છીના ટોપલા સાથે દેવીપૂજકોની તંત્રને રજૂઆત

ભાવનગર તા. ૩ :..  ગંગા જળીયા તળાવની પાળી પર મચ્છીનું વેચાણ કરતાં દેવીપૂજકનગર મત્સ્ય ઉદ્યોગ સહકારી મંડળીન સભ્યોને દબાણ હટાવવાના બહો મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા હેરાનગતી અને નુકસાન કરવામાં આવતું હોય, વેચાણકર્તાઓ દ્વરા મેયરને રજૂઆત કરવામાં આવી હતી.

વિશ્વ હિન્દુ પરિષદના કિરીટભાઇ મીસ્ત્રીની આગેવાની હેઠળ મચ્છીનું વેચાણ કરતાં બહેનો અને ભાઇઓ મચ્છીના ટોપલા સાથે રજૂઆત માટે મહાગરપાલિક કચેરીએ દોડી ગયા હતા અને મેયરની ચેમ્બરમાં ટોપલાઓ સાથે રાખીને રજૂઆત કરી હતી.

મચ્છીના ટોપલા સાથે મેયરની ચેમ્બરમાં ઘુસી ગયેલા વેચાણ કર્તાઓ અને કિરીટભાઇ મીસ્ત્રી દ્વારા મેયર અને સ્ટેન્ડીંગ કમીટી ચેરમેનને રજૂઆત કરવામાં આવી હતી.

મચ્છીના ટોપલા સાથે રજૂઆત કરવામાં આવતાં એક તબકકે મેયર મનહરભાઇ મોરી અને કિરીટભાઇ મિસ્ત્રી વચ્ચે ચકમક ઝરી હતી.

મેયરને રજૂઆત અંગે મનસુખભાઇ એ માહિતી આપી હતી. મચ્છીનું વેચાણ કરતાં લોકોને તંત્ર દ્વારા ગંગા જળીયા તળાવ નજીક વૈકલ્પીક જગ્યા ફાળવવામાં આવે તેમજ તંત્ર દ્વારા ખોટી હેરાનગતી બંધ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.

(11:54 am IST)