સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 3rd December 2019

સરદારના સ્ટેચ્યુ પાછળ નહી પણ ગરીબો માટે હોસ્પિટલ બનાવવા માટે કરોડો ખર્ચવા જોઈઅ

કોટડા સાંગાણીમાં જીગ્નેશ મેવાણીએ સભા સંબોધી

કોટડાસાંગાણી તા.૩: કોટડાસાંગાણીમા અને રામોદમા જીગ્નેશ મેવાણીએ સભા દલીત અધીકાર મંચના નેજા હેઠળ સભા સંબોધી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા

જીગ્નેશ મેવાણીએ કોટડાસાંગાણીમા દાશી જીવણ મંદીરી ખાતે સભા સંબોધી હતી ગામના વીવીધ પ્રશ્નેે લોકો સાથે સીધો સંવાદ પણ કર્યો હતો. ત્યારે જીગ્નેશ મેવાણીએ સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવેલ કે આ સરકાર ગરીબોની નહી પરંતુ અમીરોની સરકાર છે અને આ સરકાર અદાણી અંબાણી એસ્સાર બીરલા સહીતની કંપનીઓના ટેકસ લોન સહીતના કરોડો રૂપીયા માફ કર્યા છે પરંતુ ગરીબોની મજબુરી સમજતી નથી એક તરફ ગરીબોની આર્થીક સ્થિતિ દિન -પ્રતીદીન ખરાબ થતી જઈ રહી છે પરંતુ   સરકારને તાયફાઓ કરવામાં જ રસ હોવાનુ જણાવ્યું હતુ ખાનગીકરણથી લોકોની નોકરી છીનવાતી હોવાથી સામાન્ય માણસોની મહેનત પર પાણી ફરે છે સાથે જ જણાવેલ કે સરદાર સાહેબના સ્ટેચ્યુ પાછળ કરોડો રૂપીયાનો ખર્ચ કરેલ તે જ રૂપિયાને સરકારી હોસ્પિટલ બનાવવા પાછળ બગાડ્યા હોત તો આજે સરદાર સાહેબ ખુશ હોત પરંતુ આ સરકારે આદિવાસી સમાજની છાતી પર સ્ટેચ્યુ બનાવ્યુ હોવાનુ પણ જણાવેલ અને કોટડાસાંગાણીમા નર્મદાના નીર અંગે જણાવેલ કે આ રૂપાણીના હોમ ટાઉનમાં જ પાણીના પશ્નો ઉભા થયા છે તે કેટલા યોગ્ય છે આ મુદ્દે કોટડાસાંગાણીથી રાજકોટ સુધીની પાણી યાત્રા કાઢવાની પણ તૈયારી જીગ્નેશે દર્શાવી હતી

(11:49 am IST)