સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 3rd December 2019

તળાજા તાલુકાના ખેડૂતો, પશુપાલકો,ખેત મજૂરોના હક્ક માટે બે દિવસ રેલી,સભાઓ

ભાવનગર, તા.૩: ખેડૂત એકતાં મંચના આગેવાન સાગરભાઈ રબારી ની આગેવાની હેઠળ સોમનાથથી બાઈક રેલીનો પ્રારંભ થયોછે.આ બાઈક રેલી તા.૪ના રોજ જીલ્લાના જેસરથી પ્રવેશ કરશે. જમણા કાંઠા ની કેનાલ પરના ગામડાઓમાં રેલી નીકળશે.તા.૫ના રોજ સવારે કુંઢેલી ખાતે પ્રવેશ કરશે. ડાબાકાંઠા કેનાલ પર ના ગામડાઓના ખેડૂતો ને મળશે.બેઠકો યોજાશે. ખેડૂતો,ખેત મજૂરો,પશુ પાલકો,ખેત મજૂરોના હક્ક અધિકારી ની માહિતી આપશે.

જેમાં ખેડૂતોનું લેણું માફ કરે, કપાસ અને મગફળી નો ભાવ વધારે મળે, ડુંગળી પકવતા ખેડૂતોને પાયમાલ કરી માફિયાઓને માલામાલ કરવા ના કાવતરા અંગે માહિતી આપવામાં આવશે. દુષ્કાળ ગ્રસ્ત તળાજાને જાહેર કરવામાં આવે. જંગલ ખાતાનો ત્રાસ, ડુંગળી ની અબસીડી, સહિતના પ્રશ્નો બાબતે માહિતી પીરસવામાં આવશે.આ માટે  ભરતસિંહ તરેડી, અશોકસિંહ સરવૈયા એ સંગઠિત થવા ખેડૂતોને અપીલ કરી છે.

(11:48 am IST)