સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 3rd December 2019

જુનાગઢમાં છેલ્લા એક મહિનામાં પ.ર૮ લાખનો દંડ વસુલાયો

પી.એસ.આઇ. એ. સી. ઝાલા અને સ્ટાફ દ્વારા કાર્યવાહી

જુનાગઢ તા. ૩: જુનાગઢ રેન્જના ડીઆઇજી મનિન્દર પ્રતાપસિંહ પવાર દ્વારા ટ્રાફિક સમસ્યા નિવારવા આપેલ આદેશ મુજબ એસ.પી. સૌરભસિંઘની સુચનાથી અને ડીવાયએસ પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક શાખાના પીએસઆઇ એ. સી. ઝાલા અને સ્ટાફ દ્વારા ગત માસ દરમ્યાન ટ્રાફિક સમસ્યા નિવારવા પગલા લઇ તેમજ નવા નિયમની અમલવારી સાથે રૂ. પ.ર૮ લાખનો દંડ વસુલ કરેલ છે.

શ્રી ઝાલા એ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગત ૧ નવેમ્બરથી ટ્રાફિક સમસ્યા નિાવરવા અડચણરૂપ દબાણો પરથી દુર કરી સાથો સાથ ટ્રાફિકના નવા નિયમના પાલન માટે વાહન ચાલકોને અપીલ કરી અને નવા નિયમોનું અમલ ન કરતા વાહન ચાલકો જેવા કે લાયસન્સ વગર તેમજ સીટ બેલ્ટ ન બાંધનાર ચાલુ વાહને મોબાઇલ ફોનમાં વાત કરતા વાહન ચલાવતા વાહન ચાલકો તેમજ પીયુસી અને વીમો ન હોય તેવા વાહન ચાલકો સામે લાલ આંખ કરી હતી અને સ્થળ ઉપર ૧૩૬૯ એનસી કેસ કરી રૂ. ૪,૮૭,૩૦૦ દંડવસુલ કરેલ તેમજ ૧પ જેટલા વાહનો ડીટેઇન કરી આર.ટી.ઓ.નો રૂ. ૪૦,૭પ૦ દંડ ભરવા તાકીદ કરી હતી આમ પોલીસે ગત માસ દરમ્યાન રૂ. પ,ર૮ લાખનો દંડ વસુલ કર્યો હતો. આગામી દિવસોમાં પણ આ ટ્રાફિકના નવા નિયમની અમલવારી માટે કાર્યવાહી ચાલુ જ રહેશે. તો પ્રજાજનોએ સાથ સહકાર આપવા ટ્રાફિક શાખા દ્વારા અપીલ કરવામાં આવી છે.

(11:45 am IST)