સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 3rd December 2019

ગોંડલ રોડ પર ટ્રેન હેઠળ ઝંપલાવી મહિલાનો આપઘાતઃ હાથ પર અંગ્રેજીમાં આર કે ત્રોફાવેલુ

મૃતકના વાલીવારસ હોય તો આજીડેમ પોલીસનો સંપર્ક કરવો

રાજકોટ તા.૩: શહેરના ગોંડલ રોડ પર ક્રિષ્‍ના પાર્ક હોટલ સામે ટ્રેન હેઠળ ઝંપલાવી અજાણી મહિલાએ આપઘાત કરી લેતા આજીડેમ પોલીસે તપાસ હાથ ધરી છે.

મળતી વિગત મુજબ ગોંડલ રોડ પર ક્રિષ્‍ના પાર્ક હોટલ સામે એક ૪૦ વર્ષની અજાણી મહિલાએ અમદાવાદ-સોમનાથ રૂટની ઈન્‍ટરસીટી ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. આ બનાવની રીબડા રેલ્‍વેના સ્‍ટેશન  માસ્‍તરે કરતા આજીડેમ  પોલીસ મથકના એએસઆઇ પંકજભાઇ દિક્ષીત તથા રાઇટર વિપૂલભાઇએ સ્‍થળ પર પહોંચી મહિલાના મૃતદેહને પોસ્‍ટ મોર્ટમ માટે સિવિલ હોસ્‍પિટલમાં  ખસેડાયો હતો. મૃતક અજાણી મહિલાએ લાલ કલરનું બ્‍લાઉઝ  લાલ કલરની સાડી તથા પાતળા બાંધાની છે અને તેના ડાબા હાથની કલાઇ ઉપર અંગ્રેજીમાં  ‘આર કે'ત્રોફાવેલ છે. આ મહિલાને જો કોઇ વાલી વારસ હોઇ, તે આજીડેમ પોલીસ સ્‍ટેશન ફોન નંબર ૭૪૩૩૮૧૪૮૦૮ ઉપર સંપર્ક  કરવા  જણાવાયુ છે.

(11:45 am IST)