સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 3rd December 2019

ધોરાજીમાં મેમણ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા

ધોરાજી,તા.૩:ધોરાજી ખાતે અંજુમને ઇસ્લામ મેમણ મોટી જમાત અને પોઠિયાવાલા મેમણ જમાત ના સંયુકત ઉપક્રમે ધોરાજીના સમસ્ત મુસ્લિમ વિદ્યાર્થીઓ ના તેજસ્વી તારલાઓનું સન્માન સમારોહ મુસ્લિમ મિડલ સ્કૂલ ખાતે ભવ્યતાભેર ઉજવાયો હતો. સમારોહમાં ઓલ ઇન્ડિયા મેમણ ફેડરેશન ના ચેરમેન ઇકબાલભાઈ ઓફિસર,સાંસદ રમેશભાઈ ધડુક, ઈમ્તિયાઝભાઈ (મુંબઇ), તુફેલભાઈ નુરાની,  અફરોઝભાઈ લકકડકુટા, પ્રો. સજાદ મેમણ, ફેયાઝ બસમત વાલા, મકબુલભાઈ ગરણા, અનવરશા રફાઈ, અમીનભાઈ નવિવાલા બાશીત ભાઈ પાન વાલા,સહિત રાજકીય સામાજિક મહાનુભાવોની ઉપસ્થિતિમાં તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો હતો.

જેમાં ૫૦૦ જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડ અને મોમેન્ટો અપાયા હતા. આ ઉપરાંત ધોરાજી મેમણ જમાતના અગ્રણી અને વિવિધ સેવાકીય સંસ્થામાં હોદ્દેદાર એવા એડવોકેટ અમીનભાઈ નવિવાલાને લાઈફ ટાઈમ અચિવ મેન્ટ એવોર્ડ તેમજ ઇકબાલભાઈ ઓફિસરનું વિશેષ શિલ્ડ દ્વારા અભિવાદન કરાયું હતું.

(11:15 am IST)