સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 3rd December 2019

મોરબીમાં ચેક રિટર્ન કેસમાં નિર્દોષ છુટકારો

મોરબી,તા.૩:ચેક રીટર્ન કેસમાં અદાલતે નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો છે ચેક રીટર્ન અંગેની ફરિયાદમાં સામાવાળાને નિર્દોષ છોડવાનો આદેશ કરાયો છે

મોરબીના લાખાભાઈ ઉમરભાઈ સુમરાએ મોરબીના વિસીપરામાં રહેતા આમદભાઈ કાસમભાઈ સુમરા સામે ૫૦ હજાર હાથ ઉછીની રકમની લેણી રકમ બાબતે ચેક રીટર્નની નેગો.ઈ. એકટની કલમ ૧૩૮ હેઠળ ફરિયાદ મોરબીની નામદાર અદાલતમાં કરી હતી જે કેસ ચાલતી જતા મોરબીની અદાલતે આમદભાઈ કાસમભાઈ સુમરાને ચેક રીટર્ન કેસમાં નિર્દોષ છોડી મુકવાનો હુકમ કરેલ છે આમદભાઈ કાસમભાઈ સુમરા વતી મોરબીના વકીલ રાજેશભાઈ જોષી અને નીલેશભાઈ ગોસ્વામી રોકાયેલ હતા.

(11:14 am IST)