સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 3rd December 2019

રોટરી ઇન્ટરનેશનલ ડ્રીસ્ટ્રીકટ ૩૦૬૦ના ગવર્નર રોટરી કલબ ઓફ હળવદની ઓફિશ્યલ મુલાકાતે

ગવર્નર ડો. અનિષ શાહ આસી. ગવર્નર ડો. અશ્વિન ગઢવીએ કલબની પ્રવૃતિની વિગતો મેળવી

હળવદ,તા.૩: શહેરમાં રોટરી કલબની સ્થાપના બાદ ૪ વર્ષમાં સામાજિક અને લોકઉપયોગી ૪૦૦થી વધુ નાના મોટા સેવાકીય પ્રોજેકટ સફળતાથી સંપન્ન કરવામા આવ્યા છે.ગરીબ કે જરૂરિયાતમંદ વ્યકિતની મદદ માટે સદાય ખડે પગે ઉભી રહેતી તેમજ નિરાધાર લોકોનો આધાર બનીને નિસ્વાર્થ ભાવે કામ કરતી હળવદ રોટરી એ ટૂંકા સમય ગાળામાં વિવિધ ક્ષેત્રની સેવાઓ શહેર અને તાલુકાના અસંખ્ય લોકો માટે કરેલ છે.

પાયાના અને પ્રાથમિક જરૂરિયાત વાળા તેમજ જયાં ખરેખર જરૂરિયાત છે એવી જગ્યાએ અને લોકો માટે હર હંમેશ તાત્કાલિક કામ કરતી અને શકય એટલી સેવા આપતી હળવદ રોટરીની સુવાસ ચોમેર અને દેશ વિદેશમાં પ્રસરી છે.

સર્વિસ પ્રોજેકટ અને પબ્લિક ઇમેજમાં દાખલરૂપ કાર્ય રોટરી ના સભ્યો અને તેની નીચેની ૯ કલબોના ટીમવર્ક તથા રાત દિવસ ના તન મન ધન ના સાથ સહકાર થી શકય બન્યું છે. કલબને ડિસ્ટ્રીકટ દ્વારા બેસ્ટ કલબ અને અનેક એવોર્ડ થી સન્માનિત કરવામાં આવેલ છે.

સતત નવા અને અનોખા સેવાકીય કાર્યો કરતી હળવદની આ સંસ્થાની ડિસ્ટ્રીકટ ગવર્નર અનિષ શાહ અને આસીસ્ટન્ટ ગવર્નર ડો. અશ્વિન ગઢવી દ્વારા કલબની ઓફિશિયલ વિઝિટ કરવામાં આવી હતી.

હળવદ રોટરી કલબ દ્વારા ચાલતા કાયમી પ્રોજેકટની મુલાકાત બાદ બોર્ડ મેમ્બરો સાથે તેમજ સભ્યો સાથે મીટીંગ અને આગામી પ્રોજેકટ અને હજી વધુ સારી કામગીરી કરવા અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી.મિટિંગ માં કલબના પ્રેસિડેન્ટ અરવિંદભાઈ પટેલ, સેક્રેટરી મહિપાલસિંહ જાડેજા અનેઙ્ગ વિવિધ કલબોના હોદેદારો તેમજ રોટરીના સભ્યો સહપરિવાર હાજર રહ્યા હતા.આ કાર્યક્રમનું સંચાલન જોઈન્ટ સેક્રેટરી ગજેન્દ્રભાઈ મોરડીયા કર્યું હતું. નરભેરામભાઈ અદ્યારા અને રાજેન્દ્રસિંહ રાણાએ આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

(11:14 am IST)