સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 3rd December 2019

જામનગરમાં ૨૪ ડીસે.ના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમઃ અરજી મોકલવા અપીલ

ઢીંચડા-કનસુમરા ગ્રામ પંચાયતના બાકીદારો લેણુ ચુકવી દે

જામનગર તા.૩: સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમની રાજય અને જિલ્લા કક્ષાએ મળેલ સફળતા પછી ગુજરાત રાજયના નાગરિકોના ગામ કે તાલુકા કક્ષાના પ્રશ્નો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તે માટે તાલુકા કક્ષાએ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ દર માસે યોજવામાં આવે છે. આ કાર્યક્રમ આગામી  તા.૨૪/૧૨/૨૦૧૯ (મંગળવાર)ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે મામલતદાર અને એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટશ્રી જામનગર (ગ્રામ્ય)ના અધ્યક્ષ સ્થાને મામલતદારશ્રીની કચેરી જામનગર(ગ્રામ્ય) ખાતે યોજવામાં આવશે.

આ કાર્યક્રમ દરમિયાન તાલુકા કક્ષાનાં સંબંધિત અધિકારીશ્રીઓએ જાતે હાજર રહેવાનું રહેશે, આ કામે તા.૧૦ સુધી એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટશ્રી અને મામલતદારની કચેરી જામનગર (ગ્રામ્ય)ને અરજી કરવાની રહેશે.

તાલુકા સ્વાગતમાં અરજી કરતા પહેલા કોઈપણ અરજદારે ગ્રામ્ય કક્ષાનો પ્રશ્ન હોય તો તે ગ્રામપંચાયતના તલાટી-કમ મંત્રીશ્રી અથવા ગ્રામ સેવકને પ્રથમ અરજી કરેલ હોવી જોઈએ અને તે અનિર્ણિત હોવી જોઈએ, તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારીશ્રીને પ્રથમ લેખિતમાં રજુઆત કરેલી હોવી જોઈએ અને તે અનિર્ણિત હોવી જોઈએ, આ કાર્યક્રમમાં રજુ થતા પ્રશ્નો ગામ અને તાલુકા કક્ષાએ જ નિર્ણય લઈ શકાય તેવા પ્રશ્નો હોવા જોઈએ.

આ કાર્યક્રમમાં અરજદારે પોતે જાતે રૂબરૂ પોતાના પ્રશ્નની આધાર પુરાવા સાથે રજુઆત કરવી, અરજદાર એક જ વિષયને લગતી રજુઆત કરી શકશે. તેમ મામલતદાર અને એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટજામનગર (ગ્રામ્ય)ની યાદીમાં જણાવાયું છે.                     

ઢીંચડા ગ્રામ પંચાયતના  બાકીદારો જોગ

જામનગરઃ જામનગર તાલુકાના ઢીંચડા ગામના તમામ ખેતી, બિનખેતી, ગામતળ, વાણિજય, શૈક્ષણિક, ઔધૌગીક રહેણાંકના હેતુ માટે પેઢી, સંસ્થા કે વ્યકિતગત, પ્લોટ ધારકોને તથા ખેડૂતોને ઓરીયા પાઇપલાઇનના બાકીદારોને જમીન મહેસુલ તથા શિક્ષણ ઉપકર તથા પંચાયત વેરાઓની લ્હેણાની નીકળતી રકમ તાકીદે ભરી આપવા માટે ઢીંચડા ગામના સરપંચશ્રી દ્વારા જાહેર નોટીસ આપવામાં આવી છે.  જો બાકીદારો લ્હેણાની રકમ તાકીદે નહી ભરે તો કલમ-૧૫૨ અન્વયે ચોથાઇ દંડ, શિસ્તભંગ તથા મિલકત જપ્તી જેવા પગલા ભરવા આગળની કાર્યવાહી કરવામાં આવશે તથા બિનખેતી પ્લોટ ધારકો પર બિનખેતી શરતભંગની કાર્યવાહી કરવાની ફરજ પડશે. બાકી નીકળતી રકમ ભરી જવા ગ્રામ પંચાયત કચેરીએ  તલાટી કમ મંત્રીનો મો.૯૭૧૪૭૦૬૯૯૨નો સંપર્ક કરી બાકી રકમ ભરી જવી.

કનસુમરા ગ્રામ પંચાયત

જામનગર : જામનગર તાલુકાના કનસુમરા ગામના તમામ ખેતી, બિનખેતી, ગામતળ, વાણિજય, શૈક્ષણિક, ઔદ્યૌગીક રહેણાંકના હેતુ માટે પેઢી, સંસ્થા કે વ્યકિતગત, પ્લોટ ધારકોને તથા ખેડૂતોને ઓરીયા પાઇપલાઇનના બાકીદારોને જમીન મહેસુલ તથા શિક્ષણ ઉપકર તથા પંચાયત વેરાઓની લ્હેણાની નીકળતી રકમ તાકીદે ભરી આપવા માટે કનસુમરા ગામના સરપંચશ્રી દ્વારા જાહેર નોટીસ આપવામાં આવી છે.           જો બાકીદારો લ્હેણાની રકમ તાકીદે નહી ભરે તો કલમ-૧૫૨ અન્વયે ચોથાઇ દંડ, શિસ્તભંગ તથા મિલકત જપ્તી જેવા પગલા ભરવા આગળની કાર્યવાહી કરવામાં આવશે બાકી નીકળતી રકમ ભરી જવા ગ્રામ પંચાયત કચેરીએ  તલાટી કમ મંત્રીનો મો.૯૭૧૪૭૦૬૯૯૨નો સંપર્ક કરી બાકી નીકળતી રકમ ભરી જવા જણાવાયું છે.

(11:06 am IST)