સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 3rd December 2019

નિરવ વાઢેરે રાષ્ટ્રીય કક્ષાની કરાટે સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો

માળિયા હાટિના ચાણકય સ્કુલના વિદ્યાર્થી

માળીયા હાટિના,તા.૩: તાજેતરમાં૧૭ મી  ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પીયનશીપ સ્વર્ણ ભરતી ઇન્દોર-વિશાખાપટ્ટનમ ખાતે આયોજિત થઇ હતી. જેમાં આંતરરાષ્ટ્રીય લેવલે સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં વિશ્વનાં વિવિધ દેશોમાંથી ૧૫૦ થી પણ વધારે સ્પર્ધકોએ ભાગ લીધો હતો.

આ સ્પર્ધામાં નેપાળ, શ્રીલંકા, ઇંગ્લેન્ડ, ઇન્ડોનેશિયા અને ભારત જેવાં દેશોનો સમાવેશ થાય છે. જેમાં ચાણકય પબ્લિક સ્કુલ-માળીયા હાટીના કે જે વિદ્યારાજ ગ્લોબલ સ્કુલ-જૂનાગઢ સંલગ્નની વિધાર્થી નીરવ પરેશભાઈ વાઢેરે ભાગ લીધો હતો.

આ સ્પર્ધામાં નીરવ વાઢેરે પ્રથમ રેન્ક સાથે ઉત્ત્।ીર્ણ થઇ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. નિરવે ગોલ્ડ મેડલ મેળવીને શાળા, માતા પિતા, સમાજ અને તેનાં કોચનું નામ રોશન કર્યું હતું.

ઉત્ત્।મ પ્રદર્શન અંગે શાળાનાં પ્રમુખ શ્રી.બાલુભાઈ ભોજક, ડાયરેકટર કુલદીપભાઈ સિસોદિયા અને પ્રિન્સીપાલ સિદ્ઘાર્થભાઈ પટેલે શુભેચ્છા પાઠવી હતી અને આગળ પણ આવુજ ઉત્ત્।મ પ્રદર્શન કરે તેવી આશા વ્યકત કરી હતી.

(11:04 am IST)