સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 3rd December 2019

મીઠાપુરમાં ટાટા કેમિકલ્‍સ દ્વારા ઓપન સૌરાષ્‍ટ્ર હાફ મેરેથોન

મીઠાપુર તા. ૩ : ટાટા કેમિકલ્‍સ દ્વારા આગામી ર૯ના રોજ સ્‍વ. આર પ્રભાકર મેમોરીયલ ઓપન સૌરાષ્‍ટ્ર હાફ મેરેથોજ સ્‍પર્ધાનું આયોજન કરાયું છે.

સ્‍પર્ધા કેમિકલ્‍સ લીમીટેડના સ્‍વ. આર. પ્રભાકરની સ્‍મૃતિમાં ૧પવર્ષ ઉરના ભાઇઓ માટે (ર૧ કી.મી.) તેમજ ૧પ વર્ષથી ઉપરની બહેનો માટે (૭ કી.મી.) ની બિન સ્‍પર્ધાત્‍મક દોડનું આયોજન સ્‍વાસ્‍થ્‍ય અને તંદુરસ્‍તની જળવાય રહે તેવા શુભ સંદેશને વેહાતા મુકવાના આશયથી સવારે ૬ વાગ્‍યે રાખવામાં આવ્‍યું છે  દોડ અંગેના નિયમો તથા પ્રવેશ પત્રો માટે (૧) પી.બી.જોય ટાઉન ઓફીસ મો.૯૭ર૬૭ ૭૮૮૭૪ (ર) દિલીપ કોટેચા ટાઉન ઓફીસ મો.૯૮ર૪ર ૩૮૧૬૩ અને (૩) ડી.એ.ચોકસી મીઠાપુર હોસ્‍પિટલ મો. ૯રર૭૮ ૮ર૧ર૪ સંપર્ક તથા ભરેલા પ્રવેશપત્રો સ્‍વીકારવાની છેલ્લી તારીખ ર૩ છે.

(11:01 am IST)