સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 3rd December 2019

જોડીયાના રાજપૂત સમાજ દ્વારા પ્રજનવિધિ

જોડીયા : પ્રયાગરાજ સ્‍થિત ઉદાસીન પંચાયતી નિર્વાણ બડા અખાડા દેશમાં પરિભ્રમણ કરી રહ્યા છે. બાર વર્ષ બાદ બીજી વાર જોડીયામાં ઉદાસીન અખાડાના મહંત અને ચાલીસ જેટલા ચાધુ-સંતોની જમાતનું આગમન બાદ ‘રામવાડી' ખાતે સાત દિવસના રોકાણ દરમ્‍યાન ધાર્મિક કાર્યક્રમ યોજાયેલ. જોડીયાથી પ્રસ્‍થાન પૂર્વ અત્રેના નાથબાવાની જગ્‍યામાં પ્રથમ વાર પગલા કરતા ઉદાસીન સંપ્રદાયના શ્રી ગોલા સાહેબ અને ચંદ્ર ભગવાન પુજાય છે. ઉદાસીનના સાધુ સંતોશ્રી ગોલા સાહબને શિવ સ્‍વરૂપ માને છે. તાજેતરમાં નાથબાવાની જગ્‍યા પંચનાથ મહાદેવ તરીકે આજે પણ સહિતત્‍વ ધરાવે છે. પંચાયતી ઉદાસીન અખાડાના મહંતશ્રી અધૈતાનંદ અને સાધુ-સંતો સાથે શ્રી ગોલા સાહેબનું જોડીયાના રાજપૂત સમાજે પુષ્‍પોની નિછાવર કરીને સ્‍વાગત કર્યું હતું અને સમાજના અગ્રણી તથાસ્ત્રી અને પુરૂષોએ આસ્‍થા સાથે શ્રી ગોલા સાહબની પૂજનવિધિનો લાભ મેળવ્‍યો હતો. મહાદેવના મંદિર પરિસરમાં આગમન પૂર્વ અખાડાના મહંતશ્રીએ પંચનાથ મહાદેવજીનું જલાભિષેક કર્યા બાદ શ્રી ગોલા સાહબની પૂજન વિધિ કરાવી હતી. પાંચ શતાબ્‍દી પૂર્વ જોડીયામાં બે નાથબાવા જે ધરતી નાથ અને ભૂમિનાથ સિધ્‍ધ પુરૂષ થઇ ગયા છે. આજે પણ નાથબાવા દ્વારા ઉપયોગ લેવાતા પાત્રોનું દર્શન અન્‍ય માટે શુલભ છે. આજે પણ બે સિધ્‍ધ નાથબાવાની સમાધિ મંદિર તરીકે હયાત છે. વર્ષોથી જોડીયાનું પ્રાચીન પંચનાથ મહાદેવજી પૂજન અર્ચના રાજપૂત સમાજ દ્વારા કરાય છે. પૂજન વિધિની તસ્‍વીર  (તસ્‍વીર-રમેશ ટાંક-જોડીયા)

(10:57 am IST)