સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 3rd December 2019

ભાવનગરના વેરાવદર અભ્‍યારણમાં પ્રાકૃતિક શિક્ષણ શિબિર

ભાવનગરઃ ભાલ પંથક સ્‍થિત વેળાવદરમાં ૧ડિસેમ્‍બરથી પ્રાકૃતિક શિક્ષણ શિબિર યોજાશે જેમાં ભાવનગરની વિવિધ શાળા કોલેજોના વિદ્યાર્થીઓ પ્રકૃતિની ગોદમાં બે દિવસ માણસે. વેળાવદર ખાસકરીને કાળીયાર માટે આરક્ષિત રાષ્ટ્રીય ઉધાન છે ભાવનગરનો કાંઠા પ્રદેશ અનેક જીવો માટે મહત્‍વનું આશ્રય સ્‍થાન બન્‍યું છે. દર વર્ષે શિયાળો ગાળવા હેરીયર પક્ષી કે જે શિકારી પક્ષીની જાતનું ગણાય છે. તે મોટી સંખ્‍યામાં વેળાવદર વિસ્‍તારમાં રૃસ્‍ટીંગ માટે આવતા હોય છે. હાલ શિયાળાનો ધીમી ગતિએ પ્રારંભ થવા જઇ રહ્યો છે ત્‍યારે માઇલો દૂર કઝાકિસ્‍તાનથી વિહાર કરી આ હેરીયર ભાલ પ્રદેશના કાંઠાળ વિસ્‍તારમાં ઉતરી રહ્યા છે અને એક તબક્કે અંદાજે ૧૫૦૦ જેટલા આ પ્રવાસી હેરીયર પક્ષીઓ ભાવનગરની મહેમાનગતિ માણવા આવી પહોંચ્‍યા હોવાનું જણાય છે. આ પક્ષીનો મુખ્‍ય ખોરાક કીટક હોય છે જે તેને આ વિસ્‍તારમાં યોગ્‍ય માત્રામાં મળી રહે છે. સામાન્‍ય રીતે હેરીયર એ કોઇ એક જાત નથી પરંતુ પેઇડ હેરીયર, હેન હેરીયર, મોન્‍ટગ્‍યુ હેરીયર અને મસર હેરીયર એમ કુલ ચાર જાત ભાવનગરમાં જોવા મળે છે.આ દરમ્‍યાન અનેક પ્રકૃતિપ્રેમી અને સહેલાણીઓ વેળાવદરની મુલાકાત લેશે. તસ્‍વીરમાં પ્રાકૃતિક સૌદર્ય માણવી શિબિરાર્થીઓ નજરે પડે છે.(વિપુલ હિરાણી

 

(10:54 am IST)